માધવપુરના રંગીન મેળામાં ૭૫ વર્ષના કોરીયોગ્રાફરની જહેમત રંગ લાવી

  • April 10, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માધવપુરના મેળામાં સોળસો જેટલા કલાકારોને એક સૂત્રતાના તાંતણે બાંધવામાં કોરિયોગ્રાફરનું મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારે ૭૫ વર્ષના કોરિયોગ્રાફરને બિરદાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં માધવપુરના મેળા સહિત અમદાવાદ, સુરત, સોમનાથ અને વડોદરામાં ઉત્તર-પૂર્વ રાજ્યના અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોની એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કૃતિ પાછળ ૭૫ વર્ષના કોરિયોગ્રાફર કલ્પેશ દલાલનું વિઝન રહેલું છે.રાજ્ય સરકારના માધુપુર મેળાના આયોજનના અનુલક્ષીને ઉત્તર પૂર્વીય રાજ્યના ૮૦૦ અને ગુજરાતના ૮૦૦ કલાકારો સાથે મળીને કુલ ૧૬૦૦ કલાકારો એક સાથે નૃત્ય રજૂ કરતી કૃતિને કોરિયોગ્રાફ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના રાસ ગરબા ઉપરાંત ઉત્તર પૂર્વીય રાજ્યના ૨૬ લોક નૃત્યોનો સુમેળ સમન્વય સાધવામાં આવ્યો છે.      કલ્પેશ દલાલ કહે છે કે, આ કૃતિ તૈયાર અને રજૂ કરવી પડકારજનક હતી. કારણ કે, તેને સ્ટેડિયમમાં રજૂ કરવાની હતી. સ્ટેડિયમ સ્પેક્ટીકલ બનાવવા માટે મારી સાથે ૨૫ કોરિયોગ્રાફરની ટીમે સખત મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આ ભવ્ય કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ‚કમણીજીના લગ્ન પ્રસંગે માધવપુરમાં નગરયાત્રા યોજવામાં આવે છે તેને કેન્દ્રમાં રાખી સમગ્ર કૃતિને કોરિયોગ્રાફ કરવામાં આવી છે. 
     આ ભવ્ય સાંસ્કૃતિક કૃતિમાં પ્રથમ ઉત્તર પૂર્વે રાજ્યના અને પછી ગુજરાતના કલાકારો સુમેળ સાધી પ્રસ્તુતિ રજૂ કરે છે, અંતમાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારો ભેગા મળીને ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના લગ્ન પ્રસંગને ભેગા મળી ઉજવણી કરતી એક સાથે પ્રસ્તુતિ આપે છે. જેમાં ભગવાન માધવરાયના જયકાર સાથેના ભાવવિભોર દ્રશ્યો ખડા કરવામાં આવ્યા છે.      તેઓ કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પ્રસંગ હોય એટલે આ કૃતિમાં ખાસ રાસનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઉપરાંત ગુજરાતના આદિવાસી નૃત્યો અને ઉત્તર પૂર્વના લોકનૃત્યોને આ કૃતિઓને વણી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખૂબ ઓછા સમયમાં સંકલિત કરીને પ્રસ્તુતિ આપવી ખરેખર એક ચેલેન્જ બની જાય છે, ખાસ કરીને ઉત્તર પૂર્વીએ રાજ્યના કલાકારો ભારે તાપમાનમાં રહેવા ટેવાયેલા હોતા નથી. છતાં પણ તેમના ભારે ઉત્સાહના પરિણામે આ ભવ્ય પ્રસ્તુતિ શક્ય બની છે.
    કોરિયોગ્રાફર કલ્પેશ દલાલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકનૃત્યની કોરિયોગ્રાફી કરી છે. તેમણે એશિયાડ રમતોત્સવ, કોમનવેલ્થ ગેમ્સ, પ્રજાસત્તાક દિન વગેરે પ્રસંગોએ રજૂ થનાર સાંસ્કૃતિક કૃતિના કોરિયોગ્રાફીના ભાગ રહ્યા છે.
    ઉલ્લેખીએ છે કે, ૭૫ વર્ષે પણ કલ્પેશ દલાલનો નૃત્ય માટેનો પ્રેમ લગાવ અકબંધ છે, તેઓ છેલ્લા ૪૦ વર્ષથી લોક નૃત્યનો અભ્યાસ કરી રહ્યા છે. ખાસ શહેરી યુવાઓ સુધી આપણી સંસ્કૃતિ અને લોકનૃત્યો પહોંચે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News