જામનગરમાં રણજીત રોડ પરથી ૫૫ વર્ષના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જેનો પોલીસે કબ્જો સંભાળી તેની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
જામનગર ના રણજીત રોડ પર ખાદી ભંડાર પાસેથી ગઈકાલે ૫૫ વર્ષના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન પોલીસે તેનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
મૃતકે ભૂરા કલરનો લાઇનીંગ વાળો શર્ટ તેમજ ગુલાબી પીળી અને બ્લુ કલરની લાઇનિંગ વાળું સ્વેટર, તેમજ ગ્રે કલરનું પેન્ટ પહેરેલા છે. પાતળા બાંધાનો અને આશરે ૫.૬ ની ઉંચાઇ ધરાવે છે જે અંગેની કોઈને જાણકારી હોય તો તેઓએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઇ કે. એન. જાડેજાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech