મોજ-શોખમાં રકમ વાપરી નાખતા ફરીયાદી યુવાને લુંટનું તરકટ રચ્યું
જોડિયા તાલુકાના લખતર કેસિયા ગામના માર્ગે રૂપિયા ૭૦,૦૦૦ ની રોકડ રકમ ની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જેની તપાસમાં એલસીબી પોલીસે ઝૂકાવ્યા પછી ફરિયાદી ની પૂછપરછમાં આખરે તે ભાંગી પડ્યો હતો, અને આવી કોઈ લુંટ થઈ નહીં હોવાનું જણાવતાં ફરિયાદી પોતેજ આરોપી નીકળ્યો હતો. અને મોજ શોખમાં મોટી રકમ ગુમાવી દીધી હોવાથી આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.
જોડિયા તાલુકાના કેશીયા ગામના મીત કિરીટભાઈ ગોદવાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, કે પોતે મોટર સાયકલ લઈ ધ્રોલથી કેશીયા જવા માટે નિકળ્યો ત્યારે લખતર ઓવરબ્રીજથી કેશીયા તરફ જતા કાચા રસ્તા પર થોડે આગળ પહોચતાં મોટર સાયકલની પાછળ અન્ય બે મોટર સાયકલ પર અજાણ્યા ચાર માણસો આવેલાં અને પોતાનું મોટર સાયકલ ઉભુ રખાવી તે બન્ને મોટર સાયકલ માથી પાછળ બેસેલ બન્ને માણસો નીચે ઉતરી જેમાથી એક માણસે છરી બતાવી ૭૦,૦૦૦ની રકમની લૂંટ કરી જતા રહ્યા હતાં. આ અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્ય ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ જોડીયા તથા એલ.સી.બી શાખાની ટીમ તપાસ કરી રહી હતી.
આથી ફરીયાદીની લુંટના બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ અને ફરીયાદ હકિકત ધ્યાને લેતાં ફરીયાદી ધ્રોલ ની દુકાનથી બનાવ સ્થળ ખાતે પહોચતા લાગેલ સમય તેમજ બનાવ સ્થળે ફરીયાદીની પ્રાથમીક પુછપરછ દરમ્યાન બેગમાં ૭૦,૦૦૦ તથા એક સિલ્વર કલરનુ લેપટોપ ગયેલ હોવાનુ જણાવેલ ત્યાર બાદ ફેરવી તોળવી આ બાબતે બેગમાં રહેલ ૭૦,૦૦૦ રૂપીયા જ લુટ મા ગયેલ અને પોતાનુ પાકીટ તથા મોબાઈલ પોતાની પાસે હોવાનુ જણાવેલું હતું.
તેમજ આ કામે લુટ થયા બાદ બેગ ત્યા નજીકમાથી મળી આવેલ હોવાનુ જણાવેલું હતું, તેમજ પોતા ને છરી વડે થયેલ ઈજા પણ શંકા ઉપજાવે તેમ હોય, તેમજ બનાવ વાળી જગ્યા જોતા એ જગ્યા અવાવરૂ તથા સિમ/વાડી વિસ્તારની વચ્ચે આવેલ કાચો રસ્તો હોય તેમજ સદર રસ્તા પર લોકોની આવર-જવર પણ સામાન્ય રીતે ઓછી હોય જેથી ગુન્હા વાળી જગ્યા પણ શંકા ઉપજાવે તેવી હોય, તેમજ આ કામેના ફરીયાદી ની તા. ૦૪/૦૪/૨૦૨૫ ના રોજની આખા દિવસ દરમ્યાનની દિન ચર્યા અંગે વિસ્તૃત પુછપરછ કરતાં પોતે જણાવેલ હકિકત ને તથા પોતાની દુકાનની આજુબાજુમા આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરી ક્રોસ વેરીફાઇ કરતાં બન્નેમા વિસંગતતા જણાય આવેલ હતી.
આમ તપાસ દરમ્યાન ઉપરોકત તમામ મુદાઓ ધ્યાને લેતા ફરીયાદીની બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ તથા હકિકત શંકા ઉપજાવી કાઢે તેમ હોય જેથી જોડિયા પો.સ્ટેના પો.સ્ટાફ ની તથા એલ.સી.બી શાખાના પો.સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસ કરતા ફરીયાદી એ જણાવેલ હકિકત સત્ય જણાતી ન હોય તેમજ ફરીયાદી અવાર-નવાર પોતાની હકિકત બદલતો હોય જેથી આ કામેના ફરીયાદીની યુકતિ-પ્રયુક્તિ થી તથા અલગ-અલગ ટીમ મારફતે ઉપરોકત શંકા ઉપજાવે તેવા મુદાઓ અંગે જીણવટ ભરી રીતે સધન પુછપરછ કરતાં ફરીયાદી ભાંગી પડયો હતો, અને સત્ય હકિકત જણાવેલી કે હુ તથા મારા કાકા જગદીશભાઇ ગોદવાણી બન્ને બાલાજી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમા પાર્ટનર હોય અને છેલ્લા બે મહિના થી આ દુકાનનુ સંચાલન પોતે કરતો હોય અને ફરીયાદી બહાર ફરવા જાવ ત્યારે આ દુકાનમાથી થયેલ વેપાર ધંધાના રૂપીયા મોજશોખ માટે તથા હરવા ફરવા માટે વાપરતો હોય, જેથી આ દુકાનના હિસાબમાં આશરે ૬૦ થી ૭૦ હજાર રૂપીયાની ઘટ આવતી હોય અને ઘરના પૈસા તેમાં નાખવા પડે તેમ હોય જેથી તા.૦૪/૦૪/૨૦૨૫ ના સાંજના મારી દુકાન બંધ કરી ધ્રોલ ગાંધીચોકથી થોડે આગળ આવેલ રવી સ્ટેશનરીમાં જઇ ૩૦મા એક કટર ખરીદ કર્યું હતું.
અને ધ્રોલ થી કેશિયા જવા માટે નીકળી ગયેલ અને લખતર ઓવરબ્રીજથી નીચે થઇ કેશિયા તરફ જત કાચા રસ્તા પર થોડે જ આગળ જઇ વોકળા પાસે મોટર સાઇકલ ઊભુ રાખી તેની પાસે રહેલ બેગમાથી ધ્રોલ થી ખરીદી કરેલ કટર કાઢી હાથ વડે જમણી સાઇડ છાતી પર એકાદ-બે છરકા મારેલ અને ત્યા થી થોડે આગળ જઈ બેગ રસ્તામા ફેકી દિધેલી હતી. અને ત્યાર બાદ કાકાને ફોન કરી મારી પાસે રહેલ રૂપીયા ૭૦,૦૦૦ની કોઈ અજાણ્યા ચાર ઈસમો લુટ કરી લઈ ગયેલ હોવાની હકિકત જણાવેલ અને તે મુજબ ફરીયાદ પણ લખાવેલ હતી.
પરંતુ હકિકતમા લુટનો કોઈ બનાવ બનેલ જ નથી. આ ફરીયાદ ખોટી લખાવેલ હતી તેમ કબુલાત આપેલ હોય જેથી આ ગુન્હાના કામેના ફરીયાદી મીત કિરીટભાઈ ગોદવાણી વિરૂધ્ધ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.