જામનગરની સૈનિક શાળા બાલાચડીમાં શિક્ષક દિવસની ઉજવણી
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ શિક્ષક દિવસની અનોખી રીતે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે તેમની ભૂમિકાઓની અદલાબદલી કરી. કેડેટ હર્ષિત, સ્કૂલ કેડેટ કેપ્ટને પ્રિન્સિપાલ કર્નલ શ્રેયશ મહેતા, કેડેટ જયંત, સ્કૂલ કેડેટ એડજ્યુટન્ટે વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌરની ફરજો બજાવી હતી જ્યારે કેડેટ આર્યન, સ્કૂલ કેડેટ ક્વાર્ટર માસ્ટર ,વહીવટી અધિકારી લેફ્ટેનન્ટ કમાન્ડર હરિ રામ પુનિયા અને કેડેટ આદર્શ, સ્કૂલ એકેડેમિક કેપ્ટને સિનિયર માસ્ટર ડૉ મહેશ બોહરાની ફરજો બજાવી હતી.
આ પ્રસંગે, એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેડેટ પલ કાથરોટીયાએ શિક્ષક દિવસના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું, ત્યારબાદ કેડેટ્સ દ્વારા ગીત અને સમૂહ નૃત્ય દ્વારા પ્રસંગને વિશેષતા આપવામાં આવી હતી. કેડેટ્સ દ્વારા સ્ટાફના દરેક સભ્યોને ફૂલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધતા, કાર્યકારી પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌરે દરેકને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું કે, એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMસગીરાના ખોટા જન્મના દાખલા બનાવનાર ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતો શખ્સ ઝડપાયો
November 18, 2024 03:57 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech