એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ૧૦૦થી વધુ દબાણો હટાવવા માટે કાર્યવાહી: ૧૫૦ થી વધુ જાહેરાતના બોર્ડ ઉતારાયા
જામનગર શહેરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના સૂચિત માર્ગને સાફ સૂથરો બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, અને ઉપરોક્ત માર્ગ પર બંને તરફે ગેરકાયદેસરના દબાણ હોય, તો તેવા દબાણકર્તાઓને સ્વયંભૂ ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
જેના અનુસંધાને છેલ્લા બે દિવસથી ઉપરોક્ત માર્ગે સાફ-સફાઈ ચાલી રહી છે, અને ૧૦૦ થી પણ વધુ દબાણકર્તાઓને કેનાલ સહિતની જગ્યા ખાલી કરવા માટેની સૂચના અપાઇ હોવાથી નાની મોટી કેબીન, ઝુપડા કમાન સહિતના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આગામી બે દિવસ સુધીમાં તમામ ખાલી કરી દેવામાં આવે તેવી સૂચના અપાઇ રહી છે.
આ ઉપરાંત સુચિત ગૌરવપથ માર્ગની બંને તરફ કેટલાક જાહેરાતના બોર્ડ, કે જેની મુદત પૂરી થઈ ગઈ છે, અથવા તો કોઈ પણ પ્રકારના ચાર્જ ભર્યા વીના લગાવવામાં આવેલા હોય, તેવા જાહેરાતના ૧૫૦ થી વધુ નાના મોટા બોર્ડ મહા નગરપાલિકા દ્વારા કબજે કરી લેવામાં આવ્યા છે.
શહેરના સાત રસ્તા સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગે પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ઇન્દીરા માર્ગ પરથી પણ દબાણ હટાવવા માટેની સૂચના આપી દેવાઇ છે, જ્યાં પણ એસ્ટેટ શાખાની ટીમ કડક હાથે કામ લઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના માળિયામાં બોલેરો પિકઅપ રોડ પર પલ્ટી મારી જતા પતિ-પત્નીના મોત, 12થી વધુ લોકોને ઈજા
April 17, 2025 01:55 PMજામનગરમાં સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રે વાહન ચેકીગ
April 17, 2025 01:34 PMજામનગર મહાનગરપાલિકાના કમિશનરે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી
April 17, 2025 01:32 PMજાણો : કયા ફળ અને શાકભાજીને એકસાથે સ્ટોર ન કરવા જોઈએ?
April 17, 2025 01:12 PMજી.જી. હોસ્પીટલની બોયઝ હોસ્ટેલમાંથી આઇપેડ-સ્માર્ટવોચની ચોરી
April 17, 2025 01:12 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech