યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં શ્રીજીને અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યા હતા. સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે સોમવારના ગુલાબી વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રીજીના ભાવિક ભકત પરિવારે વારાદાર પૂજારીના સૌજન્યથી દિવ્ય અન્નકૂટ મનોરથ યોજાયા હતા. આ અન્નકૂટ મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા.
બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી તા.24-25 દરમ્યાન ઓખા બેટ દ્વારકાના સિગ્નેચર બ્રીજને ખૂલ્લો મૂકવા આવી રહયા છે ત્યારે દ્વારકાધીશજી જગતમંદિર પરિસર તથા મુખ્ય મંદિરના ડેરાને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. એક સપ્તાહ પૂર્વથી જ સમગ્ર સપ્તાહ દરમ્યાન યાત્રાળુઓ તથા સ્થાનીકોને રોશનીથી ઝળહળતાં અને મનમોહક જગતમંદિરનો અદ્ભૂત નઝારો જોવા મળી રહયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર વીમા કંપની સામે જામનગર શહેર-જિલ્લાના અલગ-અલગ ચાર આસમીના ક્લેઈમ મંજુર
April 22, 2025 09:31 AMઢીંચડામાં ઉર્ષ મુબારકના કાર્યક્રમ સાથે ઘોડા-ઊંટ ગાડીની રેસ યોજાઇ
April 22, 2025 09:21 AMIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech