રાજકોટની નિહિત બેબી કેર સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડઆરોગ્ય વિભાગે તપાસ કરીને પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરતી ૭ હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ સુરત, વડોદરા, અને ગીર સોમનાથની એક એક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત ૩ હોસ્પિટલ એમ કુલ ૭ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત આ સાથે જ ડો. પ્રશાંત વજીરાણી સહિત ૪ સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે
રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, ગીર સોમનાથની જીવન યોતિ આરોગ્ય સેવા સંઘ, અમદાવાદની નરીત્વ ટર્નિગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા. લી, અમદાવાદનની શિવ હોસ્પિટલ, સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલ, વડોદરાની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ પીએમજેએવા યોજના હોસ્પિટલ્સ દ્રારા આચરવામાં આવી છેતરપિંડી સામે આવી છે. હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી પીએમજેએવા યોજનામાં અપલોડ કરતી હતા અને સરકાર પાસેથી પિયા ખંખેરતી હતી. જો કે ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
ખ્યાતિકાંડમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે, સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહ્યા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલુ જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતા. ચોંકાવનારી વાત તો એછેકે, દર્દીઓને સ્ટેન્ટ નાખનાર ડો.પ્રશાંત વજીરામી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડોકટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMબિડેન, ટ્રુડો અને મેલોની...G-20 ફોટો સેશનમાંથી શા માટે ગાયબ ?
November 19, 2024 05:52 PMવિરાટ કોહલીનો આ છેલ્લો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પ્રવાસ! સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી
November 19, 2024 05:31 PMસફેદ વાળને કાળા કરવા અપનાવો આ ઘરેલું ઉપચાર
November 19, 2024 05:12 PMઆદુના રસમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી વધશે રોગપ્રતિકારક શક્તિ, અનેક રોગો થશે દૂર
November 19, 2024 05:00 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech