દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શનિવાર તા. 19 ના રોજ દ્વારકા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા 13 વિભાગોની નાગરિકોને મળતી 55 જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ ઉપર કાર્યવાહી કરી મેળવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech