જામનગરમાં પેઢીમાં રોકાયેલા નાણાં પરત મેળવવા કલેકટર-એસપીને રજુઆત

  • February 17, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ યુનિક મર્કેટાઇલ સોસાયટી નામની પેઢીમાં અનેક રોકાણકારોનાં  નાણા ફસાયા છે.આ પેઢીમાં મહદઅંશે કડીયાકામ, સુથારી કામ વગેરે મજૂરી કામ કરતા શ્રમિકોનાં નાણા ફસાયેલા હોય આર્થિક પછાત વર્ગનાં પગ પર પાટુ પડ્યું છે.
આર્થિક રીતે નબળા વર્ગનાં રોકાણકારોની મરણમૂડી જેવી બચતનાં કરોડો રૂપિયા ફસાતા તેઓ પેઢીની પંચેશ્વર ટાવર પાસે આવેલ ઓફિસે ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ તેમને માત્રા ઠાલા આશ્વાસનો આપવામાં આવતા હતા. છેલ્લા દોઢ મહિનાથી ઓફિસ સતત બંધ રહેતી હોવાની વાત રોકાણકારોમાં વહેતી થતા તમામનાં શ્વાસ અધ્ધર થઈ ગયા છે અને આખરે તેઓ આંદોલનનાં માર્ગ તરફ વળ્યા છે.
કેટલાક એજન્ટ તરીકે કામ કરતા લોકો પણ પેઢીનાં કૌભાંડમાં પોતે પણ ફસાયા હોવાનો સૂર આલાપી રહ્યા છે. પીડીતો દ્વારા આ મુદ્દે તપાસ કરી પેઢી વિરૂદ્ધ પગલા લઇ રોકાણકારોનાં નાણા પરત મળે એ માટે કલેક્ટર ભાવિન પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને લેખિત રજૂઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application