ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં થયેલા વિલંબનું ત્વરિત નિરાકરણ લઇ આપવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કરતા રેખાબેન

  • April 23, 2025 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિ

જામનગરમાં રહેતા રેખાબેન ચાગલાણીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અરજી કરી હતી પરંતુ ટેકનીકલ ક્ષતિના લીધે સહાય મળવામાં વિલંબ થયો હોવાથી તેઓએ જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. કલેકટર કેતન ઠક્કરે તેમનો પ્રશ્ન સાંભળીને ત્વરિત નિરાકરણ લાવ્યું હતું.


આ સાથે જ તેઓએ રોજગારી માટે પણ વિનંતી કરતા જીલ્લા કલેકટરએ સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરાવી મહિલા આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓને મદદ કરવા માટે લગત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. અને અન્ય સરકારી યોજનાઓ વિષે પણ સમજુતી આપી હતી.
​​​​​​​

રેખાબેન જણાવે છે કે, કલેકટરએ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજનાની સહાય ઉપરાંત અંગત રસ દાખવીને હું આત્મનિર્ભર થઇ શકું તે માટે રોજગારલક્ષી યોજનાઓ વિષે મને સમજુતી આપીને મને જરૂરી તમામ મદદ પૂરી પાડવા બદલ ખાતરી આપી છે. તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. 

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં માસિક રૂ.૧૨૫૦ની સહાય સીધી જમા થાય છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત આ કલ્યાણકારી પહેલને વિસ્તૃત કરીને સમગ્ર ભારતમાં મહિલાઓ માટે સશક્તિકરણ, સમાનતા અને પ્રગતિનું એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application