પરિવારના સભ્યો સાથે ડીએનએ મેચ થતા મૃતદેહો સોપાયા : આખુ ગામ હિબકે ચડયું : પરિવારજનોના હૈયાફાટ દનથી વાતાવરણમાં ગમગીની : અંતીમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
રાજકોટના ગેમઝોન અગ્નીકાંડમાં ધ્રોલ તાલુકાના 3 યુવાનના કણ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે અને મૃતકોના પરિવારના સભ્યો સાથે ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોપી આપવામાં આવ્યા હતા જેમાં એક યુવાનની અંતીમવિધી રાજકોટ ખાતે કરવામાં આવી હતી, જયારે ધ્રોલ પંથકના ગઢડા અને ખાખરા ગામના યુવાનની અંતીમવિધી તેમના વતનમાં આજે થઇ હતી અંતીમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આખુ ગામ હિબકે ચડયુ હતું.
રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નીકાંડમાં 27નો ભોગ લેવાયો છે, અને આ મૃતદેહો ઓળખાઇ શકે તેવા ન હોય તે માટે મૃતકોના ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ મેળવીને મૃતદેહો પરિવારજનોને સોપવામાં આવી રહયા છે, આ અગ્નીકાંડમાં ધ્રોલ તાલુકાના 3 યુવાનો પણ લાપતા બનતા પરિવારજનોમાં અરેરાટી સાથે ચિંતા પ્રસરી ગઇ હતી અને વ્હાલસોયા પુત્રોની ભાળ મેળવવા પરિવારજનો રાજકોટ ગયા હતા.
આ અંગેની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના 3 યુવાનો નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ.24 રહે. મું. ગઢડા, હાલ ધ્રોલ), સુરપાલસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા (ઉ.વ.25 મું. ખાખરા) આ બંને યુવાન રાજકોટ બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા તેમજ અન્ય એક યુવાન જય અનિલભાઇ ગોરેચા (ઉ.વ.23 રહે. જાયવા)ના છે.
ધ્રોલ તાલુકાના ત્રણેય યુવાનો ગેમઝોન ખાતે ગયા હતા, દરમ્યાન અગ્નીકાંડની દુર્ઘટનાથી વતન અને પરિવારમાં ભારે અરેરાટી સાથે ચિંતાની લાગણી છવાઇ ગઇ હતી. છે. પરિવારજનો, સબંધીઓ રાજકોટ પહોચ્યા છે, જયાં ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાનમાં રાજકોટ ખાતે ત્રણેય મૃતક યુવાનોના પરિવારના સભ્ય સાથે ડીએનએ મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોપવામાં આવ્યા હતા, જેમાં જય ગોરેચાની અંતીમવિધી રાજકોટ ખાતે કરવામાં આવી હતી જયારે ગઢડાના નમ્રદીપસિંહ જાડેજા અને ખાખરા ગામના સુરપાલસિંહ જાડેજાની અંતીમવિધી આજે તેમના વતનમાં કરાઇ હતી, મૃતદેહો ગામમાં પહોચતા આખુ ગામ હિબકે ચડયુ હતું અને પરિવાર સહિતનાઓએ હૈયાફાટ દન કરતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી, બંને યુવાનોની અંતીમયાત્રામાં આખુ ગામ અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વધુમાં મળેલી વિગત મુજબ ગઢડા ગામના નમ્રદીપસિંહ જાડેજાના આશરે 3 માસ પહેલા ભાવનગરના કુકડ ગામ ખાતે લગ્ન થયા હતા, નમ્રદીપસિંહ એકના એક પુત્ર હતા અને ગાર્ડી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને હાલ રાજકોટ બજાજ ફાઇનાન્સ ખાતે નોકરી કરતા હતા, મળતાવડા સ્વભાવના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હતા તેમના અવસાનથી ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech