જામનગર એ.પી.એમ.સી ખાતે રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત વાહનોમાં રેડીયમ રીફલેક્ટર લગાવાયા

  • April 22, 2025 10:23 AM 

ખેતપેદાશો લઈને આવતા ખેડૂતોને રાત્રિના સમયે સલામત મુસાફરી પુરી પાડવાનો પ્રેરક પ્રયાસ

જામનગર તા.૨૧ એપ્રિલ, જામનગર આર.ટી.ઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.પી.એમ.સી.ના સંયુક્ત ઉપક્રમે, એલ એન્ડ ટી રાજકોટ વાડીનાર ટોલ લિમિટેડના સહયોગથી હાપા એ.પી.એમ.સી.ખાતે આવતા ખેતી વિષયક વાહનોમાં રિફ્લેક્ટર લગાવવાનું સફળ આયોજન કરવામાં આવ્યું.


આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેતપેદાશો લઈને આવતા ખેડૂત મિત્રો અને અન્ય વાહન ચાલકોને રાત્રિના સમયે સલામત મુસાફરી માટે સજ્જ કરવાનો અને રોડ સેફ્ટી વિશે જાગૃત કરવાનો હતો.એ.પી.એમ.સી.ના હોદ્દેદારોએ આ પહેલને આવકારીને ભવિષ્યમાં એ.પી.એમ.સી.માં આવતા તમામ વાહનોમાં રિફ્લેક્ટરની હાજરી સુનિશ્ચિત કરવા માટે ગેટ પર જ રિફ્લેક્ટર લગાવવાની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં સક્રિયપણે વિચારણા કરવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે એ.પી.એમ.સી.ના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કોટેચા, સેક્રેટરી હિતેષભાઈ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના હજડાભાઈ, આર.ટી.ઓ કે.કે.ઉપાધ્યાય, આઈ.એમ.વી. જે.જે.ચુડાસમા, એન.ડી.આંબલિયા તથા એચ.એસ.પટેલ, ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. એ.એચ.ચોવટ તેમજ એલ એન્ડ ટીના શુકલા અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​આ સંયુક્ત પ્રયાસ જામનગરના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા અને અકસ્માતોને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application