જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ટાઉનશિપમાં રહેતા મૂળ પંજાબ રાજ્યના બુઝુર્ગ નિંદ્રાધીન અવસ્થામાં હતા, દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.
મૂળ પંજાબ રાજ્યના જલંધરના વતની અને હાલ મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીની ટાઉનશીપમાં રહેતા હરબનસિંગ સવર્ણસિંઘ નામના ૬૭ વર્ષના પંજાબી બુઝુર્ગ કે જેઓ ૧૪મીના રાત્રિના પોતાના ઘેર સૂઈ ગયા બાદ ગઈકાલે સવારે તેઓને ઉઠાડતાં ઉઠ્યા ન હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે મૃતક ના પુત્ર હરપાલસિંહ હરબનસિંહ પંજાબીએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
મોડપર ગામે સસરાના ઘેર મકરસંક્રાંતિનું પર્વ મનાવવા ગયેલા જામનગરના યુવાનનું બેશુદ્ધ થયા બાદ મૃત્યુ
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને પોતાના સસરાના ઘેર મોડપર ગામે મકરસંક્રાત નો તહેવાર મનાવવા ગયા પછી એકાએક ચક્કર આવી જતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ થયું છે.
જામનગરમાં શંકર ટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીતેન્દ્ર રણછોડભાઈ સીતાપરા નામના (ઉ.વ.૪૦) નામનો યુવાન મકરસંક્રાંતિનું પર્વ મનાવવા માટે પરિવાર સાથે મોડપર ગામે સસરાના ઘેર ગયા હતા, જે દરમિયાન ત્યાં તેને એકાએક ચક્કર આવતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર ના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની કમળાબેન જીતેન્દ્રભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech