જામનગર તા.૧૪ના રોજ નાગેશ્ર્વર હિન્દુ સેના (જામનગર) દ્વારા શ્રી વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે નાગેશ્ર્વર કોલોની જામનગર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. જામનગરના નાગેશ્ર્વર કોલોની વ્હોરાના હજીરા પાસેથી પ્રસ્થાન કરી નાગેશ્ર્વર વિસ્તારમાં શોભાયાત્રા ભ્રમણ કરી હતી, જેમાં મહિલાઓ દ્વારા તલવાર રાસ પણ રમ્યા હતાં, ત્યારબાદ કોળી સમાજની વાડી નાગેશ્ર્વર પાર્ક ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં વડીલો, ભાઇઓ, બહેનો અને યુવાનો તથા મિત્ર મંડળો જોડાયા હતાં, સાથે સમસ્ત તળપદા કોળી સમાજ (કતપરવાળા)-જામનગરના પ્રમુખ હિતેશભાઇ બાંભણીયા ઉપસ્થિત રહી ખુબ સારો સહયોગ આપ્યો હતો.
આ તકે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વિશેષમાં શોભાયાત્રામાં સેવાભાવીઓને, શ્રેષ્ઠીઓને ફુલહારથી નાગેશ્ર્વર હિન્દુ સેના (જામનગર)દ્વારા સન્માનિત કરાયા હતાં તેમજ આ શોભાયાત્રા દરમિયાન અલગ અલગ સ્થળોએ સેવાભાવી ગૃપો દ્વારા ચા-પાણી, કોફી, સરબત જેવી વગેરે સેવાઓ આપવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા નાગેશ્ર્વર હિન્દુ સેના (જામનગર)ના જયેશભાઇ બારીયા, અલ્પેશભાઇ ગુજરીયા, સુમીતભાઇ ડોણાશીયા તથા ચિરાગભાઇ વાછીયા, જીતુભાઇ ઢાપા, મહેશભાઇ ગુજરીયા સહિત તમામ યુવાનો દ્વારા ખુબ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech