સૌરાષ્ટ્ર્રના લોકોને લાંબી રાહ જોવરાવ્યા બાદ ગઈકાલે પ્રજાના દિવસે રવિવારે બપોરથી મેઘરાજાએ પધરામણી કરતા સૌરાષ્ટ્ર્રના કુલ ૮૦ તાલુકા માંથી ૫૬ તાલુકામાં ઝાપટાથી માંડીને સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સીઝનના પ્રથમ કહી શકાય એવા આ વરસાદમાં મેંદરડા, ખંભાળિયા, તાલાલા, કાલાવડ, પાલીતાણા, જુનાગઢ, વંથલી પંથકમાં બેથી સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે. જેમાં ૨૬ જેટલા તાલુકામાં ઝાપટાથી માંડીને આઠ મિલીમીટર જેટલો વરસાદ પડવા પામ્યો છે. યારે કચ્છ જિલ્લો અગાઉ છુટા છવાયા વરસાદને બાદ કરતા હજી પણ કોરોધાકોડ રહ્યો છે.
હવામાન વિભાગ દ્રારા ગઈકાલે સૌરાષ્ટ્ર્ર ભરમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. દરમિયાન ગઈકાલે બપોર બાદ હવામાનમાં પલટો આવવા સાથે સૌરાષ્ટ્ર્રભરના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સાડા ત્રણ ઈંચ જુનાગઢ શહેર ગ્રામ્ય વંથલી વિસાવદર પંથકમાં બે ઈંચ માળીયા કેશોદ માં એક થી દોઢ ઈંચ અને ભેંસાણ, માંગરોળ, માણાવદર પંથકમાં ઝાપટા વરસ્યા હતા.દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ૩ ઈંચ યારે ભાણવડ કલ્યાણપુર અને દ્રારકા નગરીમાં ઝાપટા પડયા હતા, ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ખાતે અઢી ઈંચ અને કોડીનારમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લામાં કાલાવડ ખાતે ત્યારે લાલપુર જામજોધપુર અને જામનગર શહેર વિસ્તારમાં અડધોથી એક ઈંચ તેમજ જોડીયામાં ઝાપટા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં પાલીતાણા પંથકમાં બે ગારીયાધાર મહત્પવા અડધો યારે સિહોર અને ઉમરાળા પંથકમાં ઝાપટા પડા હતા.
રાજકોટ શહેરમાં ગઈકાલે થી વધુ વરસાદ ઉપરાંત જિલ્લાના લોધિકા પડધરી કોટડા સાંગાણીમાં હોવાથી પોણા બે ઈંચ વરસાદ અને જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા પંથકમાં ઝાપટા વરસ્યા હતા.અમરેલી જિલ્લામાં સાવરકુંડલા પોણા બેની લાઠી સવાણી યારે ધારી, કુંકાવાવ વડીયા, બાબરા, ખાંભા, લીલીયા, રાજુલા પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ વરસાદ પડો હતો.મોરબી વાંકાનેર માળીયા મીયાણા પંથકમાં ઝાપટા પડા હતા પરંતુ ટંકારા અને હળવદ પંથકમાં પોણોથી સુધીનો વરસાદ પડી જવા પામ્યો છે. સુરેન્દ્રનગરના ચુડામાં દોઢ ઈંચ, સાયલા મૂળીમાં અડધો ઈંચ અને થાનગઢમાં છૂટો છવાયો વરસાદ પડો હતો, પોરબંદર રાણાવાવ બોટાદના બરવાળા, રાણપુર પંથકમાં પણ ઝાપટા વરસ્યા હતા.
ચોમાસાના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ ૧૩૦ તાલુકામાં સામાન્યથી ચાર ઈંચ વરસાદ
નૈઋત્યનું ચોમાસુ આખરે આગળ વધયુ છે અને હૈયે ટાઢક થાય તેવો ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ પડો છે. રવિવારે સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના ૧૩૦ તાલુકામાં સામાન્ય ઝાપટાથી ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢ દ્રારકા છોટાઉદેપુર ડાંગ ગીર સોમનાથ કચ્છ બોટાદ ભાવનગર રાજકોટ જિલ્લામાં થયો છે.આજે સવારે છ વાગ્યાથી ફરી રાયના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન ૫૫ તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે વાતાવરણ હજુ ઘેરાયેલું છે અને તેના કારણે વરસાદની શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ મહીસાગર અને સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્રારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા, અમદાવાદ આણદં પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં તારીખ ૧૧ જુનના રોજ એન્ટ્રી લઈ લીધી હતી અને શેડુલ કરતાં વહેલો વરસાદ આવી જતા લોકોના હરખ છલકાયો હતો. પરંતુ ચોમાસું નવસારી થી આગળ ન વધતા ચિંતા શ થઈ ગઈ હતી. રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉપરાંત અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર્ર મધ્ય પ્રદેશ ઓડિશા અને ઝારખંડના બાકી રહેલા ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે અને હજુ તે અન્ય ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો હોવાનું હવામાન ખાતા જણાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech