૪૪ વિજ જોડાણમાંથી રૂપિયા ૨૬.૩૫ લાખની વીજ ચોરી પકડી લેવાઇ
જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૨૨ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન ૪૪ વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૬.૩૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે ફરીથી જામનગર શહેરના રામેશ્વર નગર, માટેલ ચોક, બેડેશ્વર, ધરાનગર વિસ્તાર, અંબાજી નો ચોક, રામવાડી વિસ્તાર, બચુ નગર સહિતના વિસ્તારમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
૨૨ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૫ એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૨૭૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૪૪ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૨૬.૩૫ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. ત્રણ દિવસ દરમિયાન આ૪૭.૦૯ લાખની વિજ ચોરી પકડી લેવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું
November 19, 2024 04:43 PMશિયાળામાં વોક પર જવાનું મન ન થતું હોય તો આ ફિટનેસ ટિપ્સને કરો ફોલો
November 19, 2024 04:32 PMપાકિસ્તાનના કરાંચીમાં બનશે સ્વામીનારાયણ મંદિર
November 19, 2024 04:29 PMદુબઈમાં અપશબ્દો બોલવાની ન કરો ભૂલ, થઈ શકે છે જેલની સજા
November 19, 2024 04:27 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech