પોતાના ધંધા માટે ૧૫ લાખ મેળવ્યા પછી વેપાર ધંધો બંધ કરી ગામ છોડી ભાગી જતાં વેપારી સામે ફરિયાદ નોંધાવાઈ
જામનગરના એક ભાનુશાળી વેપારી સાથે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી થઈ છે. જામનગરના પ્લાસ્ટિકના એક વેપારીએ ધંધાની જરૂરિયાતમાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ મેળવ્યા પછી પોતાનો પ્લાસ્ટિકના વાડો બંધ કરી ગામ છોડી ભાગી છૂટ્યો હતો, તેથી તેની સામે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજનગર શેરી નંબર ૪ માં રહેતા રવિભાઈ જયેશભાઈ ફલિયા નામના ભાનુશાળી વેપારીએ ગત ૪.૧૧. ૨૦૨૨ના દિવસે જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિક- એક્રેલિક નો વેપાર કરતા અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી નામના વેપારીને ધંધાની જરૂરિયાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ ચેક મારફતે આપી હતી.
જે રકમ બેંકમાંથી ઉપાડી લીધા પછી પૈસા પરત આપવા ન પડે, તે માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હતો, અને ગામ છોડીને ભાગી છૂટ્યો છે, અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે. આથી ભાનુશાલી વેપારીએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને વ્હોરા વેપારી સામે રૂપિયા ૧૫ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૭૦૦ ઇરાની પરિવારોને ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવા અમેરિકાને ઈરાની કોર્ટનો હુકમ
November 19, 2024 10:59 AMઉપલેટાના પૂર્વ નગરપતિ ચંદ્રવાડિયાએ નેશનલ લેવલે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ
November 19, 2024 10:54 AMમણિપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 5 બંકર અને 2 બેરેક મળી આવ્યા
November 19, 2024 10:53 AMઆટકોટ કેડીપી હોસ્પિટલ દ્રારા ગળામાં માછલીનો કાંટો ફસાતા સફળ ઓપરેશન
November 19, 2024 10:30 AMસોમનાથનું આયુષ્યમાન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાથી બંધ
November 19, 2024 10:28 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech