ગઇકાલે સાત જેટલા રેકડી-પથારા હટાવ્યા બાદ 15 વાહનો પણ જપ્ત કયર્િ
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં કાયમી ગીચતા જોવા મળે છે, અવારનવાર પોલીસ અને એસ્ટેટ શાખા દ્વારા ઓપરેશન કરવામાં આવે છે, ખાસ કરીને દિવાળીના તહેવારોમાં વધુ ઓપરેશન કરાય છે, ગઇકાલે સાંજે ફરીથી જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ બર્ધનચોકમાં ગેરકાયદેસર બેઠેલા પથારાવાળા અને રેકડી હટાવીને રસ્તો ખુલ્લો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 7 પથારા જપ્ત કયર્િ હતાં અને 15 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
ગઇકાલે એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી, મહાવીરસિંહ તેમજ પોલીસ ઇન્સ્પેકટર ચાવડા અને તેના સ્ટાફે સાથે મળીને બર્ધનચોકનો રસ્તો ખુલ્લો કરવા માટે અભિયાન હાથ ધર્યુ હતું જેમાં સાંજે રસ્તો કલીયર થયો હતો, જો કે થોડો સમય બાદ ફરીથી દર વખતની જેમ પથારાવાળાઓ ગોઠવાઇ ગયા હતાં, હાઇકોર્ટનો હુકમ હોવા છતાં પણ તેનું પાલન કરવામાં આવતું નથી. થોડા દિવસ પહેલા વેપારીઓએ આ અંગે જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો.
દિવાળીના તહેવારોમાં આ રસ્તા ઉપર વધુ ગીરદી રહે છે અને મોટાભાગના બહેનો આ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવતાં હોય છે, ચાલી શકાય એટલી પણ જગ્યા હોતી નથી, રસ્તો લગભગ બંધ જ થઇ જાય છે, ત્યારે ફરીથી ગઇકાલે કાર્યવાહી કરવામાં આવતા પથારાવાળાઓમાં પણ ફફડાટ મચી ગયો હતો.
આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ઓપરેશન ચાલું રહેશે, જામનગરના લગભગ મુખ્ય રસ્તાઓમાં વેપારીઓએ ફુટપાથ ઉપર દબાણ કર્યુ હોવાના કારણે લોકો ચાલી શકતા નથી એ પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech