લોકડાયરો, આહીરાણી મહારાસ સહિતના કાર્યક્રમોનું આયોજન
જામખંભાળીયાના નવી મોવાણ ખાતે સમસ્ત ગોજીયા પરિવાર દ્વારા આગામી તા. 17 એપ્રિલથી પાંચ દિવસ ભવ્યાતી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ તકે પંચબલી મહાયજ્ઞ મહોત્સવ સહિત કસુંબલ લોકડાયરો, આહીરાણી મહારાસ જેવા રંગારંગ કાર્યક્રમ યોજાશે. આ માટેની તડામાર તૈયારીઓ સહિત તમામ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.
ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ તા. 17 અને બુધવારથી થશે, સવારે સમર્થ ધામ ખાતે પંચબલી મહાયજ્ઞ યોજાશે, જેમાં પ્રેતબલી, નાગબલી, નારાયણ બલી, ભૂતબલી સાથે અગિયાર જેટલા વાછરા વાછરડીને પરણાવાસે, જ્યારે તા. 18 ના રોજ નાગબલી શ્રાઘ્ધ યજ્ઞ, તા. 19 ના રોજ ભૂતબલી યજ્ઞ, તેમજ તા. ર0 ના દિને નારાયણ બલી શ્રાઘ્ધ યજ્ઞ, ઉપરાંત તા. ર1 ના રોજ નિલોત્સર્ગ શ્રાઘ્ધ યજ્ઞ યોજાશે.
તેમજ આજ દિવસે રાત્રે સૌરાષ્ટ્ર કચ્છની અસ્મિતા સમાન કસુંબલ લોકડાયરો યોજાશે, જેમાં લોકકલાના માહીર એવા ઇન્ટરનેશનલ કલાકાર માયાભાઇ આહીર સહિત સાથી કલાકારો બીરજુ બારોટ, લોક સાહિત્યકાર વજુભાઇ ગોજીયા સહિત રાતભર કલાના કામણ પાથરસે.
કાર્યક્રમની સાથે સાથે આહીરાણીઓનો મહારાસ યોજાનાર હોવાથી જ્ઞાતિની મહિલાઓમાં હર્ષોલ્લાસ છવાયો છે, આ તકે ગોજીયા પરિવારે આહીરાણી મહારાસમાં ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરીને આવવા માટે અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech