શહેરમાં રખડતા પશુઓ અને કુતરાનો ત્રાસ, સફાઇ અભિયાનનો ફીયાસ્કો, ખાલી પડેલા પ્લોટ ભાડે ન આપવા, નવા વિસ્તારમાં લાઇટ, પાણી, ગટર અને અવાર નવાર બજેટમાં દર્શાવાતો એનીમલ હોસ્ટેલનો પ્રશ્ર્ન ગુંજશે : નવી શાક માર્કેટ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ક્રિકેટના મેદાન અંગે વિરોધ પક્ષ વિરોધ કરશે
જામનગર મહાનગરપાલીકાનું રુા. ૧૩૬૮.૭૦ કરોડના ૨૦૨૪-૨૫ના બજેટમાં લોકોને આંબા આંબલી બતાવ્યા છે, કેટલાક પ્રોજેકટો એવા છે કે અગાઉ પણ અવાર નવાર બજેટમાં દર્શાવાઇ ચુકયા છે, સફાઇ અભિયાનનું શરુઆતમાં નાટક શરુ થયું, રાત્રે ફોટા પણ પડાવ્યા પરંતુ પાછી એવી સ્થીતી જોવા મળી છે અનેક પ્રશ્ર્નો અગાઉ બજેટમાં આવ્યા છે પરંતુ તેનું અમલીકરણ થયુ નથી, સોમવારની બજેટ બેઠકમાં અમો તમામ પ્રશ્ર્નોનો અવાજ ઉઠાવીશુ તેમ વિપક્ષી નેતા ધવલ નંદાએ જણાવ્યુ હતું અને કહયુ હતું કે શહેરમાં પશુઓ અને કુતરાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે, મહાપાલીકા કોઇ નકકર કામગીરી કરતી નથી, લોક સુવિધા આપતી નથી, ખોટા વાયદાઓ બતાવે છે.
વિરોધ પક્ષમાંથી જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં વર્ષોથી ત્રીજુ સ્મશાન બનાવવાનું ગાણું શાસકો ગાયા કરે છે, યેનકેન પ્રકારે શહેરની વસ્તી અને હદ વધી ગઇ હોવા છતા પણ આ પ્રશ્ર્ન ઉકેલાયો નથી, આ બજેટમાં પણ આ પ્રશ્ર્ન મુકાયો છે પરંતુ તેનું કોઇ નકકર સ્થાન દર્શાવાયું નથી, સુભાષ શાક માર્કેટ, ટાગોર હોલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સાયન્સ સીટી ભવન બનાવવા માટેની વાત વર્ષોથી ચાલી આવે છે અને બજેટમાં દર્શાવીને અમો વિકાસના કામો કરીશું તેવા બણગા ફુંકવામાં આવે છે.
હાલમાં જામનગર શહેરમાં સફાઇ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે, નવા શાસકો આવ્યા ત્યારે હોંશે હોંશે રાત્રી સફાઇ શરુ કરીને ફોટા પડાવ્યા હતા પરંતુ હાલમાં વ્યવસ્થા પડી ભાંગી છે, કેટલાક વિસ્તારોમાં સફાઇ થતી નથી, એટલું જ નહીં આ વિસ્તારોમાં લાઇટ, પાણી, ગટરની સેવામાં પણ ડાંડાઇ કરવામાં આવે છે. અમુક વિસ્તારોમાં તો હજુ પણ ટ્રેકટરથી પાણી આપવાની સેવા યથાવત છે, ૨૦ વર્ષથી વધુ સમયથી શહેરને દરરોજ પાણી આપવાની વાત કરવામાં આવે છે પરંતુ શાસક પક્ષ નિષ્ફળ ગયું છે.
સોમવારની બેઠકમાં વિપક્ષી નેતા ધવલ નંદા ઉપરાંત સભ્યો રચના નંદાણીયા, અસલમ ખીલજી, જેનબ ખફી, અલ્તાફ ખફી, આનંદ રાઠોડ સહિતના કોર્પોરેટરો શહેરના કેટલાક પ્રશ્ર્નો અંગે શાસક પક્ષનો કાન આમળવા પ્રયત્ન કરશે, મહાપાલીકાએ જેટલા ખાલી પ્લોટો વઘ્યા છે એ ડેવલોપ કરીને ભાડે આપે તો મહાપાલીકાને પણ આવક થાય, સમર્પણ પાસેનું ક્રિકેટ મેદાન એવુ થઇ ગયું છે કે જેમાં ઘાસના ઢગલા જોવા મળે છે, મેદાનની જાળવણી કરવામાં આવતી નથી, શિક્ષણ સમિતીને જેટલી ગ્રાન્ટ આપવી જોઇએ તેટલી ગ્રાન્ટ ન મળવાના કારણે સમિતના અનેક કામો થતા નથી આ અંગે જવાબદાર કોણ ? તે પ્રશ્ર્ન પણ આ બજેટ બેઠકમાં ઉઠાવવામાં આવશે, કેટલાક નવા કામો કયારે શરુ થશે તે અંગે પણ શાસકો પાસેથી વિપક્ષી સભ્યો બોર્ડમાં જાણકારી મેળવશે બાકી તો શાસક પક્ષના સભ્યો બજેટને ફુલગુલાબી કહેશે અને વિપક્ષી સભ્યો બજેટનો વિરોધ કરશે એ વાત પણ નકકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક કારની હડફેટે સ્કૂટર સવાર વેપારીનું મોત
November 18, 2024 10:06 AMભાણવડ તાલુકામાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
November 18, 2024 09:59 AMમોટરસાયકલ ચલાવવા બાબતે ભાણવડના યુવાન ઉપર હુમલો
November 18, 2024 09:55 AMપિતાની યાદમાં પુત્રએ ચંદ્રાગા પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર લેબનું દાન કર્યું
November 18, 2024 09:49 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech