અત્યાર સુધીમાં ૧૩.૦૨ કરોડની રકમ કોર્પોરેશનમાં જમા: લોકોએ ૧.૦૩ કરોડનું વળતર મેળવ્યું
જામનગર શહેરનાં મિલ્કત ધારકો માટે રીબેટ યોજના જાહેર કરી છે તેને પુરી થવાને હવે માત્ર ૧૬ દિવસ બાકી છે, મહાનગરપાલિકા આપી રહયું છે ૧૦ થી ૨૫% સુધીનું રિબેટ વળતર યોજના તા.૧૯/૦૪/૨૦૨૫ થી શરૂ થયેલ હોય અને અત્યાર સુધીમાં કુલ-૨૦૦૬૭ લોકોએ યોજનાનો લાભ મેળવેલ હોય અને રકમ ા.૧૩.૦૨ કરોડ ભરપાઈ કરી અને રકમ રૂા. ૦૧.૦૩ કરોડ રિબેટ વળતર પ્રાપ્ત કરેલ છે. તા.૩૧/૦૫/૨૦૨૪ સુધી જ અમલમાં હોય, જામનગર શહેરીજનોને એડવાન્સ મિલ્કત વેરા અને પાણી ચાર્જ (નાણાંકિય વર્ષ ૨૦૨૫ - ૨૬) ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.
ગ્રીન એન્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૫-૨૬ના વર્ષ અગાઉ રહેણાંક મિલ્કતોમાં તથા બિન રહેણાંક મિલ્કતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી્ સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઈનસ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેક્સના ધોરણે ૫% ટેક્સમાં વધારાનું રીબેટ આપવામાં આવશે. આ અંગેની વધુ જાણકારી માટે મિલ્કત વેરા શાખા તથા વોટર વર્કસ શાખા તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર સંપર્ક કરવો. ૨૦૦૯ પહેલાંની રેન્ટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા, વોટર ચાર્જ પર ૧૦૦% વ્યાજ માફી યોજના અને ૨૦૦ પછીની કારપેટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા, વોટર ચાર્જ પર ૩૩% વ્યાજ માફી યોજના ચાલુ હોય વ્યાજ માફી યોજનાનો લાભ લેવા વિનંતી.
મિલ્કત વેરા, વોટર ચાર્જ (૧) જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેકશન વિભાગ, (૨) ત્રણેય (શરૂ સેકશન રોડ, રણજીત નગર તથા ગુલાબ નગર) સીટી સિવક સેન્ટરો, (૩) જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો- ઓપ. બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ (૪) મોબાઈલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટ તથા જામનગર મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન મારફત પણ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરા ભુગતાન પર વધારાનું ૨% (મહતમ રકમ રૂા.૨૫૦) વળતર મળવાપાત્ર હોય, ઓનલાઈન વેરા ભરી શકાશે તેમ આસી.ટેકસ કમિશ્નર જીગ્નેશ નિર્મલની યાદીમાં જણાવ્યું છે.