ગુજરાત હાઈકોર્ટ તથા વિવિધ હાઈકોર્ટમાં સિવિલ જજ, એપીપી, પી.એસ.આઈ.ની તેમજ ઓલ ઇન્ડિયા બાર એકઝામ (એ.આઈ.બી.ઈ.) વિગેરે પરીક્ષાઓની તૈયારી કરતા ગરીબ અને મધ્યમ વર્ગનાં વકીલો અને કાયદાસ્નાતક પરીક્ષાર્થીઓ માટે ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્રારા ફ્રી ઓનલાઈન કલાસિસ ચાલુ કરવામાં આવેલ છે.
આ ક્લાસિસમાં દેશભરમાં અમલમાં આવેલા નવા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩, ભારતીય સાય અધિનિયમ–૨૦૨૩, ભારતીય બંધારણ, ધી ઈન્ડિયન પિનલ કોડ-૧૮૬૦, ધી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિઝર-૧૯૭૩, ભારતીય પુરાવા અધિનિયમ–૧૮૮૨, સિવિલ પ્રોસિઝર કોડ–૧૯૦૮, ભારતીય કરાર અધિનિયમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટિ એકટ, સમય મર્યાદા અધિનિયમ, નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, પ્રોહિબિશન એકટ, ઈન્ડિયન પાર્ટનરશિપ એકટ, ધી સ્પેસિફીક રિલીફ એકટ–૧૯૬૩, પ્રોટેકશન ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ–૨૦૧૫, યુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન્સ એકટ–૨૦૧૫, પ્રી–કન્સેપ્શન એન્ડ પ્રિ–નેટલ ડાયેેસ્ટિક ટેકનિકસ (પ્રોહિબિશન ઓફ સેકસ સિલેકશન) એકટ–૧૯૯૪, રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એકટ, ગુજરાત કોર્ટ ફી એકટ–૨૦૦૪ સહિતનાં વિષયો અંગે વિવિધ નિષ્ણાત લેક્ચરરો દ્રારા ઓનલાઇન માર્ગદશન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલ ગત ડિસ્ટ્રીક્ટ જજ, સિવિલ જજની પરીક્ષામાં આશરે ૩૦ કરતા વધુ અને હવે પછી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં આશરે ૧૯ જેટલા વિષયોનો સિલેબસ રાખવામાં આવતો હોય છે. આ તમામ વિષયોનું દરેક પરિક્ષાર્થીઓને યોગ્ય, જરૂરી અને સમયસર પૂરતું ફ્રી માર્ગદર્શન મળી રહે તે માટે ક્લાસિસ ચલાવવા જરૂરી હોય આથી સમયસર પૂરતું ફ્રી માર્ગદર્શન મળી રહે તે માટે ક્લાસિસ ચલાવવા જરૂરી હોય આથી તમામ વર્ગનાં પરીક્ષાર્થીઓનાં હિતને ધ્યાને રાખી ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન રાજકોટ દ્રારા ક્લાસિસ ચાલુ કરવામાં આવેલ છે. આ ક્લાસિસ ગુગલ મીટની https://meet.google.com/pui-vjqh-yta સાઇટ ઉપર જોડાઈ શકાશે.
આ ક્લાસિસને સફળ બનાવવા માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ ભરતભાઈ અંબાણી તથા હરેશ પરસોંડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ, અશ્વિન ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી જતીન ઠક્કર તથા નિવીદ પારેખ, ટ્રેઝરર દિવ્યેશ છગ તથા અરજ ચાંપાનેરી, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીંગા તથા કિશન રાજાણી, કારોબારી સભ્યો હર્ષદ બારૈયા, બિનલબેન મહેતા, શૈલેષ સુચક, વિમલ ડાંગર, ચેતન વિઠલાપરા, હીરેન રૈયાણી, અંજુબેન ચૌહાણ, અજયસિંહ ચુડાસમા, કિર્તિસિંહ ઝાલા, નૃપેન ભાવસાર, ધર્મેશ સિધ્ધપુરા, વિજય જોષી, ધર્મેન્દ્ર જરિયા, કલ્પેશ નશીત, શ્રેયશ શુકલ, સાગર મેતા તથા ટીમ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે નરેન્દ્રસિંહ જાડેજા, મો.૯૮૨૪૮ ૧૬૯૦૯, અશં ભારદ્રાજ મો. ૯૭૨૭૪ ૭૩૭૩૦, સી. એચ. પટેલ મો. ૯૪૨૮૦ ૦૪૪૫૬, સંદિપ વેકરિયા મો.૯૯૨૫૧ ૮૮૬૮૩, અભિષેક શુક્લા મો. ૯૭૩૭૬ ૯૯૦૦૦, નિવીદ પારેખ મો. ૯૮૨૫૫ ૯૦૧૯૬ વગેરેનો સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech