ઓખા-પુરી એક્સપ્રેસ 3 જુલાઈ સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો 3 જુલાઈ, 2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
26 જૂન અને 3 જુલાઈ, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 23 જૂન અને 30 જૂન, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગડ, વિજયનગરમ અને ખુર્દા રોડ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
જનસંપર્ક કાર્યાલય,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech