એવું લાગે છે કે પ્રસ્તાવિત નવા આવકવેરા બિલ 2025 માં બે શબ્દો ‘નો ડીડકશન’ કાઢી નાખવાથી ભારતીય કરદાતાઓ અને એનઆરઆઈ સહિત બિન-નિવાસીઓ બંને માટે નીલ ટીડીએસ પ્રસર્ટીફીકેટનો કોન્સેપ્ટ દૂર થશે. આ દૂર કરવાની કેટલી મોટી અસર છે તે સમજવા માટે, સમજવું જરૂરી છે કે કરદાતાને નીલ ટીડીએસ પ્રમાણપત્રની ક્યારે જરૂર પડે છે?
કરદાતા દ્વારા શૂન્ય ટીડીએસ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની જરૂર ત્યારે પડે છે જ્યારે તે/તેણી એવી આવક મેળવવાની અપેક્ષા રાખે છે જેના પર કોઈપણ કારણોસર કોઈ આવકવેરો ચૂકવવાની જરૂર નથી. એવું લાગે કે કોઈપણ આવકમાંથી તમારી વાસ્તવિક આવકવેરાની જવાબદારી 0 હોય પરંતુ આ આવક પર 1 લાખ રૂપિયાનો ટીડીએસ કાપવામાં આવી રહ્યો હોય, તો આ સ્થિતિમાં તમે આ શૂન્ય ટીડીએસ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો અને જો તે મંજૂર થાય તો શૂન્ય ટીડીએસ કાપવામાં આવશે. તેવી જ રીતે જો કર જવાબદારી ટીડીએસ રકમ કરતા ઓછી હોય તો તમે ઓછી ટીડીએસ કપાત વિનંતી માટે અરજી કરી શકો છો.
નવા ટેક્સ બિલ 2025માં આ ફેરફાર લાવવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવિત બિલની વર્તમાન જોગવાઈ જેમ છે તેમ લાગુ કરવામાં આવે, તો તમે નીલ ટીડીએસ પ્રમાણપત્ર મેળવી શકશો નહીં. પરંતુ તમે ઓછા ટીડીએસ માટે પ્રમાણપત્ર મેળવી શકો છો. તેથી, આનો અર્થ એ છે કે જો તમે એનઆરઆઈ હોવ તો પણ તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે, જેથી કાપવામાં આવેલ ટીડીએસ પાછો મેળવી શકાય અને જો તે તમારી કર જવાબદારી કરતાં વધુ હોય તો ટેક્સ રિફંડ મેળવી શકાય.
નોંધનીય છે કે પ્રસ્તાવિત આવકવેરા બિલ, 2025 ની કલમ 395 માં ઓછા ટીડીએસ પ્રમાણપત્રની જોગવાઈ છે જે કોઈપણ ચુકવણીના કિસ્સામાં ચૂકવણીકર્તા દ્વારા મેળવી શકાય છે. કલમ 395 હેઠળની અરજી ચોક્કસ કલમો સુધી મર્યાદિત નથી કારણ કે તે આવકવેરા કાયદા, 1961 ની હાલની કલમ 197 માં છે. વધુમાં, પ્રસ્તાવિત બિલની વર્તમાન ભાષામાં શૂન્ય ટીડીએસ ની જોગવાઈ નથી. આનો અર્થ એ છે કે નવા બિલ હેઠળ, ચૂકવણીકર્તા દ્વારા શૂન્ય વિથહોલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, ૫૮.૧૧ કરોડના વિકાસ કામો મંજૂર
April 22, 2025 02:09 PMભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech