મહેશ્ર્વરીનગરમાં તસ્કરો ત્રાટકયા : કુલ ૬ તોલા સોનાના દાગીના અને બે મોબાઇલની ચોરી
જામનગરના મહેશ્ર્વરીનગરમાં ત્રણ સ્થળેથી સોનાના દાગીના અને બે મોબાઇલ મળી કુલ ૧.૮૬ લાખના મુદામાલની ચોરી થઇ છે, આ અંગે અજાણ્યા ઇસમો સામે સીટી-બીમાં ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના મહેશ્ર્વરીનગર ચોક નં. ૩ ખાતે રહેતા માયાભાઇ ભીખાભાઇ ગોહીલના બંધ રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી અંદર ત્રાટકેલા તસ્કો મેઇન દરવાજાના તાળા તોડીને સોનાના આશરે ૪ તોલા દાગીના તથા સાહેદ પ્રવિણભાઇ પરમારના મકાનમાંથી ૨ તોલા દાગીના મળી કુલ ૬ તોલા સોનાના દાગીના જેની અંદાજે કિ. રુા. ૧.૮૦ લાખની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત લક્ષ્મીબેનના ખુલ્લા રહેણાંક મકાનમાં પ્રવેશીને બે મોબાઇલ ચોરી કરી ગયા હતા આમ ત્રણ સ્થળેથી કુલ ૧.૮૬ લાખના મુદામાલની ઉઠાંતરી થયાનું સામે આવ્યું છે આ અંગે માયાભાઇ દ્વારા ગઇકાલે સીટી-બીમાં અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણ થતા સીટી-બી પીઆઇ ઝાલાની સુચનાથી પીએસઆઇ ઝેડ.એમ. મલેક તપાસ ચલાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વાહન અને મોબાઇલ ચોરીના બનાવોનું પ્રમાણ વધી રહયુ છે દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવ પણ ઠંડીના દિવસોમાં સામે આવી રહયા છે વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે, પોલીસ ટુકડી દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech