ત્રણ દિવસ સુધી લોકોને યજ્ઞની સામગ્રી અપાશે: વધુને વધુ લોકો યજ્ઞમાં જોડાઇ તે માટેનું આયોજન
ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્ર કલ્યાણ માટે આગામી દિવસોમાં ઘેર ઘેર યજ્ઞ કરાવવાનું આયોજન થયું છે, ઓડીયો કલીપ અને વિડીયો કલીપ દ્વારા વિધિ જોઇને પણ યજ્ઞ કરી શકાશે, આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી તા. ર3 ના રોજ આ યજ્ઞ કરવામાં આવશે અને ઘેર ઘેર વધુને વધુ યજ્ઞ થાય તેવું આયોજન કરાયું છે.
આગામી તા.23મી મેના રોજ ઘરે-ઘરે પવિત્રતા પહોચે તે માટે ગાયત્રી પરિવાર હારા ગૃહે-ગૃહે ગાયત્રી યશ નામનો એક સંકલ્પ જાહેર કરીને લોકોને નિ:શુલ્ક યજ્ઞ સામગ્રીનું વિતરણ શ કરાયું છે. સામગ્રી લઈ જનારા ભાવિકો બાદમાં ઓડીયો અથવા વીડીયોના સાધ્યમથી પોતાના ઘરે કોઈ પણ અનુકુળ સમયે 20 મીનીટનો ગાયત્રી યજ્ઞ કરી શકશે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ-હરિદ્ાર દ્વારા લોકો જાતે જ પોતાના ઘરે સુર્યોદયથી સુયર્સ્તિ સુધીમાં ગાયત્રી યજ્ઞ કરી શકે તે માટે તા.18 મેથી તા. 22 મે સુધી ગાયત્રી શક્તિ પીઠ ખાતેથી હવન સામગ્રી, મંત્રની પત્રિકા, ગાયનું એક છાણું વિનામુલ્યે આપવાનું શ કરવામાં આવ્યું છે. જે માટે રોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 8નો સમય રાખવામાં આવ્યો છે.
ગાયત્રી પરિવારના ભાઈઓ-બહેનો પાસેથી પણ આવી કીટ મળી શકશે. પોતાના ઘરે ગાયત્રી યજ્ઞ કરવા ઈચ્છતા ભાવિકોને પોતના ઘરનું ઘી, કંકુ, ચોખા જેવી સાગ્નીનો ઉપયોગ કરીને પરિવાર, સમાજ અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે યજ્ઞ અભિયાનમાં જોડાય તેવું ગાયત્રી પરિવારે આહવાન કર્યું છે. સામગ્રી લેવા આવનારા લોકો સગા-સબંધી કે મિત્રો માટે નામની ચીઠ્ઠી આપીને એક કરતા વધુ કીટ મેળવી શકશે. આ માટે થેલી સાથે લાવવાની રહેશે. તૈંમ ગાયત્રી શક્તિ પીઠ ટ્રસ્ટની યાદી જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે એસ્ટેટ વિભાગનો આંબાચોકમાં પડાવ
November 20, 2024 02:46 PMવિશ્ર્વ શૌચાલય દિવસની ઉજવણી હેઠળ લાભાર્થીઓને શૌચાલયના મંજૂરી પત્રકો અપાયા
November 20, 2024 02:45 PMત્રિદોષનાશક અને શક્તિદાયક આમળાનું આગમન
November 20, 2024 02:44 PMરાધનપુરીબજારમાં કટલેરીની દુકાનમાં વિકરાળ આગ ભભુકી ઉઠી
November 20, 2024 02:43 PMશહેરના હજુર પાયગા રોડ પરના રોયલ કોમ્પલેક્ષના ભોંયતળિયે નકલી નોટનો જથ્થો મળી આવ્યો
November 20, 2024 02:42 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech