આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ૩૦ મિનીટ સુધી ટોકન નંબર ચાલશે
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શ કરાયેલી. પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સુવિધા ચાલુ કરવામાં આવેલી છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જર પડશે નહીં.
દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે, જેના સ્ટેપ આ સાથે દર્શાવેલા છે. દર્દી અને તેમના સગા દ્વારા મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટોકન નંબર મેળવી લેવાથી તે ટોકન ૩૦ મિનિટ સુધી ચાલશે, અને દર્દીઓએ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, જેના સ્ટેપ મુજબ સૌપ્રથમ તમારા સ્માર્ટ મોબાઈલમાં આભા એપ ડાઉનલોડ કરવાની રહેશે.
ત્યારબાદ આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરવા. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવશે. ઓ.ટી.પી નાખ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર ઉમેરવાનો રહેશે.
આભા એડ્રેસ નીચે માંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે. દર્દીનું આભા એડ્રેસ અને નંબર આ એપમાં જોવા મળશે, જે દ્વારા આ સુવિધાનો લાભ મેળવી શકાશે.
આભા કાર્ડ બનાવ્યા પછી નીચે મુજબના કોડને સ્કેન કરીને કેસની નોંધણી ઘરેથી કરાવી શકાશે. નોંધણી કરાવ્યા પછી દર્દીને એક ટોકન નંબર મળશે, જે ૩૦ મિનીટ સુધી ચાલશે. ૩૦ મિનીટની અંદર જી.જી. હોસ્પિટલમાં આભા કેસબારી પરથી તાત્કાલિક કેશ મેળવી શકાશે. અને દર્દીને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે રાહ જોવી પડશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech