દ્વારકા તાલુકાના ઘડેચી ગામે ફસાયેલી ૧૫ વ્યક્તિને રેસ્ક્યુ કરતી એનડીઆરએફની ટીમ

  • July 23, 2024 06:21 PM 

દ્વારકા તાલુકાના ઘડેચી ગામે ફસાયેલી ૧૫ વ્યક્તિને રેસ્ક્યુ કરતી એનડીઆરએફની ટીમ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો બચાવ અને રાહત કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને મદદમાં ઉતર્યા છે. જિલ્લાના ઘડેચી ગામેથી આજે બપોરે ૧૫ વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ કક્ષને ઉક્ત બાબતે મળેલા સંદેશાને પગલે એનડીઆરએફના જવાનોની એક કુમુકને બોટ સાથે ઘડેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા ૬ પુરુષો, ૫ મહિલાઓ અને ચાર બાળકોને એન.ડી.આર.એફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News