નવસારીમાં અટકેલું નૈઋત્યનું ચોમાસુ હજુ મચક આપતું નથી પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે દરિયાકાંઠાના વિસ્તારો પર ભીમ અગિયારસ પહેલા મેઘરાજાએ ભરપૂર હેત વરસાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં માત્ર છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ પડી ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈપર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાવા પામ્યું છે. આ સર્ક્યુલેશનમાંથી એક ટ્રફ પણ પસાર થાય છે. અરબી સમુદ્રના નોર્થ સાઉથ દિશાનું આ ટ્રફ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી લંબાયું છે અને તેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયો છે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 25 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 233 પોરબંદરમાં 69 ભાણવડમાં 55 દ્વારકામાં 27 રાણાવાવમાં 36 નખત્રાણામાં 30 ગારીયાધારમાં 28 લીલીયામાં 14 કોટડા સાંગાણીમાં 12 માંગરોળમાં 13 પાલીતાણામાં દસ બાબરામાં 10 મીલીમીટર વરસાદ નોંધાયો છે. વાંકાનેર કલ્યાણપુર મોરબી અમરેલી કુતિયાણા માણાવદર જામજોધપુર પડધરી અને વિછીયામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સવારથી ફરી કચ્છ જિલ્લાના માંડવી દ્વારકા અને પોરબંદર તથા ભાણવડમાં વરસાદ શરૂ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર વડોદરા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ગરમી પણ ઘટી ગઈ છે. રાજકોટ ગાંધીનગર ડીસા અને અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે આવી ગયો છે. સૌથી ઊંચું તાપમાન ગાંધીનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech