70 હજારથી વધુ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન: 8,000 થી વધારે સ્પધર્ત્મિક પરિક્ષાને લગતા પુસ્તકો: સ્પધર્ત્મિક પરીક્ષાઓને કારણે પુસ્તકાલય હાઉસફુલ
જામનગરમાં સ્માર્ટ લાઇબ્રેરી એક કરોડનાં ખર્ચે બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 70 હજારથી વધુ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યાં છે. સ્માર્ટ લાઇબ્રેરીના નિમર્ણિ બાદ વાંચકોની સંખ્યા વધી છે.હાલમાં સરકાર દ્વારા વિવિધ વિભાગની ભરતી બહાર પાડવામાં આવી રહી છે તેને અનુલક્ષીને જામનગર શહેર તેમજ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પુસ્તકાલયની મુલાકાત લેતા હોય છે અને વાંચકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે,હાલ દરરોજ લાયબ્રેરી હાઉસફુલ જ જોવા મળતી હોય છે,વાંચકોને સ્પધર્ત્મિક પરીક્ષાને લઈ ને ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે તેનું ઉદાહર પુસ્તકાલય ફૂલ હોવા છતાં વિદ્યાર્થીઓ બહાર ગાર્ડનમાં શાંતિ ભયર્િ વાતાવરણમાં વાંચવાનું પસંદ કરે છે.
જ્ઞાનને આજના સમયની ત્રીજી આંખ ગણવામાં આવે છે અને આજના લોકોની વાંચન તરફની ભૂખ પણ વધી છે. ત્યારે આ ભૂખને સંતોષવા માટે જામનગરમાં તળાવની પાર પાસે બાલા હનુમાન મંદિરની બાજુમાં સરકારી પુસ્તકાલય 14-03-1962 થી કાર્યરત છે તેમજ વર્ષ 2023-24 માં એકાદ કરોડના ખર્ચે આ લાઇબ્રેરીમાં અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી હતી. જેમાં બાળકો ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ મ કાર્યરત છે. કોમ્પ્યુટરરાઈઝ પુસ્તકોનો પણ વિશાળ ખજાનો જોવા મળી રહ્યો છે.
હાલની સ્થિતિએ યુવાનોમાં સરકારી નોકરીમાં જોડાવાનો વધુ ઉત્સાહ જોવા મળતો હોવાથી યુવાનો સૌથી વધુ મોટીવેશનલ બૂકો ઉપરાંત સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારીની બુકો વાંચતા હોય છે. તેમજ હાલ ઘણા સમયથી વાચકો વિદ્યાર્થીઓની સંખ્યમાં પણ વધારો જોવા મળ્યો છે તેમજ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે પુસ્તકલાયની મદદથી શાંતિ ભયર્િ વાતાવરણ અને સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાને કારણે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો મળી રહ્યો છે, આ ઉપરાંત વૃદ્ધોમાં ખાસ મેગેઝીન અને વર્તમાનપત્ર વાંચવાની તેમજ ધાર્મિક બુકો વાંચવાનો ક્રેઝ જોવા મળે છે.વધુમાં બાળકો વિજ્ઞાનના પ્રયોગો અને કાર્ટૂન વાળા પુસ્તકો વધુ પસંદ કરે છે.
8,000 થી વધારે સ્પધર્ત્મિક પરિક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા રાખવામાં આવી છે. એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંશોધન કાર્યમાં મદદપ થાય તેવા 2,000 થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો, બહેનો અને ભાઈઓ માટે અલગ મની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ રૂમ હોવાના કારણે વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈ સમસ્યા પડતી નહિ એ એક ખૂબ જ સારી વ્યવસ્થા કહી શકાય છે.
સર્કિંગ ઝોન વિભાગમાં આધુનિક કોમ્પ્યુટર સાથે પુસ્તક-વાચન માટેની ઈ-લાઈબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ-લાઈબ્રેરીના કારણે લોકોને ઓનલાઈન વનવહન કરવું સહેલાઇ રહે છે, અને જે બુક્સ હજુ સુધી લાઇબ્રેરીમાં નહિ આવી તેનો પણ ઇ-લાઈબ્રેરીના માધ્યમથી ઉપયોગ કરી શકે છે.તેના કારણે વિવિધ વિષયોની અપડેટ વારી બૂકનો પણ ફાયદો વાંચકોને મળી રહે છે.
સિનિયર સિટીઝન વિભાગમાં 1પ થી વધારે ન્યુઝપેપર અને 40 થી વધારે મેગેઝિન સાથે આરામદાયક ફર્નિચરની વ્યવસ્થા, એસી સાથે સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા રાખવામાં આવી છે. ર0 થી વધારે સીસીટીવી કેમેરાથી લાયબ્રેરી સુરક્ષિત કરવામાં આવી છે. પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન, પુરતી એલઈડી લાઈટો, પંખાઓ, આરઓ પ્લાન સાથે પીવાના પાણી માટેના કુલરની વ્યવસ્થા, લાઈબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરના વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે અત્યાધુનિક લાઈબ્રેરીએ આશીવર્દિરૂપ કહી શકાય તેમજ પુસ્તક વાંચવાના શોખીન માણસો તેમજ વિવિધ વિષય અને વિભાગમાં રૂચિ ધરાવતા લોકો માટે જામનગર જિલ્લાનું સરકારી પુસ્તકાલય ઘણું ફાયદાકારક બની રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech