ખંભાળિયા: ફાયરના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ

  • April 15, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષો પૂર્વે અગ્નિશમન કામગીરી દરમિયાન 66 ફાયરમેન શહીદ થયા હતા


ખંભાળિયામાં અગ્નિશમન સેવા દિવસની ગઈકાલે રવિવારે ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1944 માં મુંબઈ ખાતે ડોકયાર્ડમાં લાગેલી આગની કામગીરી કરવા ગયેલા ફાયર મેનની ટીમના 66 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આથી સમગ્ર દેશમાં તારીખ 14 એપ્રિલના રોજ "નેશનલ ફાયર સર્વિસ ડે" ની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે આ "અગ્નિશમન સેવા દિવસ" નિમિત્તે ખંભાળિયામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનોએ નગરપાલિકાના હોદ્દેદારો સહિતના આગેવાનો તથા કર્મચારીઓએ ફાયર સ્ટાફની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરી હતી. જેમાં ફાયરના જવાનો તેમજ પાલિકાના હોદ્દેદારોએ મૃતક જવાનોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News