જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ખાખરડા (૬ કી.મી.) રોડ, જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ છે. વર્ષ ર૦૧૮ માં આ રોડને રીપેરીંગનું કામ કરવામાં આવેલ જે એકદમ હળવી ગુણવતાનું હોય જે તે સમયે ગામ લોકોને તથા સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવેલ હોય તેમ છતાં કોઇ નીતિ વિષયક પગલા કે કોન્ટ્રાક્ટર વિરુઘ્ધ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. પરિણામે આ રોડની હાલત આજે મગરની પીઠ સમાન છે. આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઇ આંબલીયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
વિશેષમાં જણાવ્યું છે કે તાલુકાના ૭ ગામને જોડતો આ રોડ જેમાં ભાટીયા, કેનેડી, ખાખરડા, હનુમાન ગઢ, પટેલકા, ભોપાલકા અને ગઢકાનો સમાવેશ થાય છે. આ રોડની હાલત અતિ બિસ્માર છે. આ આખા રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને ગ્રામલોકોને આ રોડ પરથી થવામાં ખુબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી છે. રસ્તાની બંને બાજુ બાવળ ઉગી ગયેલ છે તેને દૂર કરવાની તથા રસ્તાની બંને સાઇડમાં ભરતી ભરવાની ખાસ જરુર છે.
ઉપરોક્ત સંદર્ભ ૧ અને ર થી રજૂઆતો કરેલ છે. ઉપરાંત અનેક વખત સામાન્ય સભામાં પણ આ રીર્ટન રીસર્ફેસ કરવાની અનેક રજૂઆતો કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
આ માહિતી અને હકીકતને ઘ્યાને લેતા એવું સાબિત થાય છે કે તંત્રને આ રોડ રીપેર કરવાના કામમાં કોઇ રસ નથી. તેથી સ્થાનિકો, ગામલોકો તથા પદાધિકારીઓની અનેક રજૂઆતોનો કોઇ ઉકેલ ન આવતા અમો ઉપરોક્ત સાત ગામના લોકો સાથે મળી આપને આવેદનપત્ર પાઠવવાની ફરજ પડેલ છે.
આ આવેદનપત્ર પાઠવ્યાના ૭ દિવસમાં કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ના છૂટકે ઉપરોક્ત દર્શાવેલ તમામ સાત ગામના લોકો બહોળી સંખ્યામાં એકઠા થઇ ગાંધી ચીંઘ્યા માર્ગે આંદોલન કરશું. આ આંદોલનના ભાગરુપે કેનેડી, ખાખરડા રોડ પર પડેલા મસમોટા ખાડાઓમાં વૃક્ષ ઉપર કરી વિરોધ પ્રકટ કરશું. માટે વ્હેલી તકે કેનેડી-ખાખરડા રોડને રીસર્ફેસના કામને હાથ ધરવા નક્કોર કાર્યવાહી કરવામાં યોગ્ય કરશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech