જામનગર માટે ગૌરવની વાત: વડોદરા ખાતે મળેલી બેઠકમાં સવર્નિુમતે વરણી
ઔદ્યોગિક, શીપીંગ, રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા જામનગરના જાણીતા લાલ પરિવારની સફળતામાં વધુ એક છોંગુ ઉમેરાયું છે અને જીતેન્દ્ર લાલ એટલે કે જીતુ લાલની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, જે સ્વાભાવિક રીતે જામનગર માટે ગૌરવની વાત છે.
ગઇકાલે વડોદરા ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની બેઠકમાં સવર્નિુમતે જીતુભાઇ લાલની અઘ્યક્ષપદે વરણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત ગુજરાતભરના લોહાણા સમાજના આગેવાનોએ આ વરણીને વધાવી લીધી હતી, આ અંગેના અહેવાલો જામનગર પહોંચ્યા બાદ જીતુલાલ પર અભિનંદનનો વરસાદ થયો હતો અને અત્યાર સુધી જામનગરના લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરતા જીતુ લાલ હવે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ પદે સેવા આપશે, એટલે સ્વાભાવિક રીતે એમનું સામાજિક અને રાજકીય રીતે કદ વઘ્યું છે.
વર્ષો સુધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે અને એમના કાર્યકાળ દરમ્યાન જ ચેમ્બર ઓફ કોમર્સની નવી બિલ્ડીંગ એટલે કે ધીભાઇ અંબાણી ભવનનું સુભાષ બ્રીજ નજીક નિમર્ણિ થયું હતું, જામનગર લોહાણા મહાજનના અઘ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે અને એમના કાર્યકાળ દરમ્યાન પંચેશ્ર્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીનું નિમર્ણિ થયું છે, આટલું જ નહીં, તાજેતરમાં નવી લોહાણા મહાજન વાડીના નિમર્ણિ માટે પણ એમના પરિવાર તરફથી માતબાર રકમનું દાન આપવામાં આવ્યું હતું, હાલમાં પણ તેઓ જામનગરના ધ સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચરન્ટ એસો.ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, હજુ બે દિવસ પહેલા જ વધુ બે વર્ષ માટે ફરીથી તેઓ આ પદે બીનહરીફ જાહેર કરાયા હતા.
રાજકીય ક્ષેત્રે પણ એમનું નામ અને કામ જાણીતા છે, આ ઉપરાંત સેવાકીય ક્ષેત્રમાં પણ અનેક માઇલસ્ટોન સર કયર્િ છે અને કરોડોના ખર્ચે સમુહ લગ્નથી માંડીને સોમયજ્ઞ કરવા જેવા મોટા કાર્યો એમના પરિવારે કયર્િ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જીતુભાઇનું નામ ખુબ જાણીતું છે, આંતરરાષ્ટ્રીય ધોરણે કામ કરતી લોહાણા મહાપરિષદમાં તેઓ સેવા આપી રહ્યા છે, આ દરમ્યાન અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે હવે એમની વરણી થઇ છે ત્યારે ઠેર ઠેરથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech