કોર્પોરેશનના સર્વેમાં 99 તાવના કેસ મળી આવ્યા: 10871 ઘરોની તપાસણી કરાઇ: 19 સેલરોમાં જંતુનાશક દવા છાંટવામાં આવી: રસ્તા ઉપર પડેલા ખાબડા દુર કરવાની કામગીરી ચાલું
જામનગર શહેરમાં અતિભારે વરસાદને કારણે શહેરમાં ચારેકોર ગંદકીનો માહોલ શ થઇ ગયો છે, કોર્પોરેશને 10 દિવસમાં 6500 ટન જેટલો ગાર્બેજનો નિકાલ કરી 22500 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે, વોર્ડ નં.1 થી 16માં 63 સફાઇ કામદારોને વધારાનો હવાલો સોંપીને જેમ બને તેમ વધુ શહેર ચોખ્ખુ થાય તે માટે પ્રયાસો કયર્િ હતાં, ગઇકાલે વોર્ડ નં.8માં 8 જેસીબી, 7 લોડર, 16 ટ્રેકટર, 89 મીની ટીપર અને 48 બીગ ટીપરથી સફાઇની કામગીરી કરવામાં આવી હતી, 10800 ઘરોની તપાસણી કરાતા તેમાં 99 તાવના કેસો મળી આવ્યા હતાં અને ગઇકાલે 1950 લોકોએ ઓપીડીમાં પણ સારવાર લીધી હતી.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 9507 કલોરીન ગોળી, 181 ઓઆરએસ પેકેટ, 55461 પાતરોની ચકાસણી, 242 પાણીમાં મચ્છરના પોરા નિકળ્યા જયારે 7860 પાતરોમાં એબેટ દવા નાખવામાં આવી હતી, ગઇકાલે વધુ 1500 કીલો જંતુનાશક દવા છંટકાવ કરાયો હતો જેમાં જયેશ ભટ્ટ, ડો.પંચાલ સહિતના અધિકારીઓએ કામગીરી કરી હતી.
જામનગર શહેરના હજુ કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પડેલા પુરવાની કામગીરી ચાલું છે, સીવીલના હીતેશ પાઠક અને પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઇ રહી છે, ભૂગર્ભ ગટરના મેઇન હોલ તથા અન્ય કામગીરી પણ કરવામાં આવી રહી છે, સીટી ઇજનેર ભાવેશ જાનીના નેજા હેઠળ ભૂગર્ભ ગટરના મુકેશ ચાવડા, સોલીડ વેસ્ટના મુકેશ વરણવા, વોટર વર્કસના નરેશ પટેલ, અલ્પેશ ચારણીયા સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ગાબડાઓ પુરવાની કામગીરી વેટમીકસ પઘ્ધતિથી ચાલું કરવામાં આવી છે.
ગાંધીનગરના મેઇન રોડમાં ચારેકોર ખાડા ખબડા: તાત્કાલીક પુરવાની જરૂર...
ચોમાસા પહેલા જ ગાંધીનગર વિસ્તારમાં આવેલ મુખ્ય રોડ એટલો બધો બિસ્માર થઇ ગયો છે કે, રસ્તા પરથી વાહન ચાલે એટલે કાંકરી ઉડે અને ડસ્ટ લોકોના આંખ સુધી આવે છે, આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારના નગરસેવકો પણ આ પ્રશ્ર્ન ઉકેલી શકતા નથી તેથી લોકોમાં ફેલાયો છે, અનેક લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે હવે ભારે વરસાદ બાદ રોડની સ્થિતિ વધુ બગડી છે ત્યારે તાત્કાલીક અસરથી આ રસ્તો પેવરીંગ કરાવવાની જરૂર છે તેવી લોકમાંગણી ઉઠી છે અને લોકોમાં કચવાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવનાણાની નદીમાં વિશાળ સંખ્યામાં કમળો ખીલ્યા
November 18, 2024 02:10 PMપોરબંદરમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
November 18, 2024 02:09 PMબરડા અભ્યારણ્ય નજીક ગેરકાયદેસર વીજશોક ગોઠવનારા બે શખ્શો સામે વનવિભાગે કરી કાર્યવાહી
November 18, 2024 02:08 PMયોગ સાધકોને આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ
November 18, 2024 02:07 PMસખી કલબ દ્વારા સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા
November 18, 2024 02:03 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech