સોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડયો છે.
ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ આશરે નવ જેટલા આતંકી ઠેકાણા પર હુમલો કરીને નેસ્ત નાબુદ કરેલ હોય જે અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે આથી જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ સીટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત સોશ્યલ મિડીયા મોનીટરીંગ કરતા હોય જે દરમ્યાન તા. ૧૩-૫-૨૫ના ઇન્સ્ટાગ્રામમાં પ્રોાફઇલ પર એક વિડીયો અપલોડ કરેલ જે વિડીયો જોતા ભારતના રાષ્ટ્રઘ્વજનું અપમાન કરતો તથા પીએમના ફોટાવાળા પોસ્ટરમાં ચેડા કરેલ અને વિરોધ પ્રદર્શીત કરતો હોય આ વિડીયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરી સાંપ્રત સમયની પરિસ્થીતીને ઘ્યાને લેતા અને દેશની એકતા સુરક્ષાને જોખમમાં મુકતો વિડીયો અપલોડ શખ્સે કર્યો હોય જેથી તેની વિરુઘ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.કે. ઝાલા, પીએસઆઇ ગોહીલ અને સ્ટાફ દ્વારા ગુના અંગે ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ હયુમન સોર્સીસથી માહિતી એકત્ર કરી આરોપી સચાણાના નાજીમ અજીજ ગજીયાને પકડી પાડી એક મોબાઇલ કબ્જે લઇને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application