લાખાબાવળ, ચાંપાબેરાજા, ઢીંચડા ગામ વિસ્તારોમાં રસ્તા, સીસી રોડ, આંતરિક રોડ, કોઝવે સહિતના કામો કરવા નિર્ણય: આઉટસોર્સિંગ કર્મીઓના પગારમાં વધારો: એજન્સીઓને પગાર પેટે વધુ નાણાં ચૂકવાશે
જામનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી (જાડા)ની તાજેતરમાં મળેલી મીટીંગમાં જનરલ બોર્ડની બેઠકમાં શહેર અને જાડાની હદમાં આવતા વોર્ડ નં. ૬ માં આવતા ઢીંચડા ગામ, નાઘેડી, ચાંપાબેરાજા, લાખાબાવળ ગામો તેમજ ખંભાળીયા હાઇવે પર આવેલી સોસાયટીના વિસ્તારોમાં સીસી બ્લોક, સીસી રોડ, જાડા આવાસોમાં તૂટેલી દીવાલ રીપેર કરવા સહિતના રુા. પ.૪૯ કરોડના વિકાસકાર્યોને તેમજ બીલ મંજુર કરવાની એકાઉન્ટન્ટની સત્તા વધારવા, આઉટસોર્સિંગ એજન્સીઓને વધુ નાણા ચુકવવા કર્મચારીઓનો ર૦૧૯ પછી પગાર વધારો મંજુર કરવામાં આવ્યો હતો.
જાડાના ઇન્ચાર્જ ચેરમેન મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની અઘ્યક્ષતામાં તાજેતરમાં મળેલી જાડાની જનરલ બોર્ડની બેઠકમાં જાડાના ઇન્ચાર્જ અધિકારી ડે. કમિશ્નર યોગીરાજસિંહ ગોહિલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જાડાના એકાઉન્ટ ઓફિસરને રુા. પ૦ હજાર સુધીના બીલો સીંગલ સહીથી અને રુા. પ૦ હજારથી ૧ લાખના બીલો નગર નિયોજકની સંયુક્ત સહીથી ચૂકવી શકવાની સત્તા આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જામનગર ખંભાળીયા હાઇવે ઉપરથી ગ્રીનલીલા-૮ સોસાયટીના ગેઇટથી સ્ટેટ હાઇવે સુધી ૯૦૦ મીટર લંબાઇમાં રુા. ૮પ.૧૯ લાખના ખર્ચે સીસી બ્લોક નાખવાના ખર્ચને, શહેરના વોર્ડ નં. ૬ માં કેબીનેટ કૃષિમંત્રીના સુચનાપત્ર અનુસાર જાડા એલગ્ન વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ખાડાઓમાં માટી મોરમ નાખવાના કામની ગ્રાન્ટ રુા. ૮ લાખ જાડા વતી કામ કરવા બદલ મહાનગરપાલિકાને ચૂકવવા, સમર્પણ સર્કલથી બેડીબંદરને જોડતા રીંગરોડ પર વોર્ડ નં. ૬ માં આવેલી યોગેશ્ર્વરધામ સોસાયટી ઢીંચડા ગામમાં જવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઇની સૂચના અનુસાર સ્લેબ ડ્રાઇવ, પાઇપ, ડ્રેઇંગ, કોઝવે, માઇનોર બ્રીજ રુા. ૯૦.૮૬ લાખના ખર્ચે બનાવવા, જાડાની મોહનનગરમાં આવેલી, આમ આવાસ યોજનાની વાવાઝોડામાં તૂટી પડેલી દિવાલ રુા. ૫.૦ લાખના ખર્ચે બનાવવાના ખર્ચને ખંભાળીયા હાઇવે પર નાઘેડી ગામના પાટીયાથી ગામ સુધીના ૭૦૦ મીટરના રસ્તા ઉપર રુા. ૭૯.૧૧ લાખના ખર્ચે સીસી રોડ કરવા, ચાંપાબેરાજા ગામ ખાતે ગામતળમાં આંતરિક સીસી રોડ કરશે.
આ મીટીંગમાં કોઝવે બનાવવા સરપંચ અને ગ્રામજનોની રજૂઆત મુજબ રુા. ૧ કરોડ પ૦ હજારના ખર્ચને, મંત્રી રાઘવજીભાઇ પટેલની સુચના અનુસાર ખંભાળીયા સ્ટેટ હાઇવેથી લાખાબાવળ, ચાંપાબેરાજા, મસીતિયા રોડ ઉપર લાખાબાવળ ગામના પટીયાથી લાખાબાવળ ગામને જોડતો આંતરિક રસ્તો, સરકારી દવાખાનાથી ગામને જોડતો ૧૯૦૦ મીટરનો રસ્તો રુા. ૧.૮૨ કરોડના ખર્ચે બનાવવા, આઉટ સોર્સિંગથી કામ કરતા કર્મચારી, અધિકારીઓના પગારમાં વધારો કરવા સર્વસંમતિથી ઠરાવો કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech