૫૦ વર્ષ બાદ કથા નહીં કરવાનો સંકલ્પ : જામનગરની ૨૨૨મી કથા છે ત્યારે અહીંની કથા મારા માટે ખાસ : આજે યુવાનો કથા તરફ વળ્યા છે તે ખુબજ આનંદદાયક છે : હજુ પણ વ્યસનમુકિતમાં વધુને વધુ લોકો જોડાય તે હું ઇચ્છુ છું : તથાસ્તુ વિધાપીઠ, અમરેલી-લાઠી હાઇવે પર ૨૫ વિઘામાં એક શૈક્ષણીક સંકુલ જીજ્ઞેશ દાદા ઉભુ કરી રહયા છે
આજનો યુવાન ધીરે ધીરે વ્યસન પણ મુકી રહયો છે એટલું જ નહીં કથા તરફ વળી રહયો છે એ સમાજ માટે ખુબ જ આનંદની વાત છે, હું ૫૦ વર્ષનો થયા બાદ કથા વાંચવાનું કામ મુકી દઇશ અને શિક્ષણ ક્ષેત્રે ગરીબ બાળકો વધુને વધુ અભ્યાસ કરે તેવું મારુ લક્ષ્ય છે, આગામી દિવસોમાં મંદિર પુર્ણ થયા બાદ અયોઘ્યા પણ જઇશ, ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા મુકત થયા છે ત્યારે મને ત્યા જવાનો બહુજ મન છે તેમ જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ આજકાલ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતું.
દાદાએ વધુમાં કહયુ હતું કે નાનપણમાં નબળી પરિસ્થીતી હોવાના કારણે રાજુલા પાસે આવેલા જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ લીધુ છે, મેં એરોનોટીકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે, શરુઆતથી જ કથામાં રસ હોવાના કારણે તેમજ ભજન ગાવાની ઇચ્છાના કારણે મે અભ્યાસ છોડી દીધો અને અમરેલીમાં એક કોલેજમાં મે સંસ્કૃતના શિક્ષક તરીકે પણ ફરજ બજાવી છે.
આપે સંસ્કૃતનું જ્ઞાન દ્વારકામાં લીધુ અને આપના ભજનો ખુબ જ લોકપ્રિય થયા છે તેનુ શુ કારણ જેના જવાબમાં તેણે કહયુ હતું કે મે દ્વારકામાં સંસ્કૃતનુ જ્ઞાન લીધુ છે અને યુવાનો ભજન તરફ કેમ વળે તે માટે મે હંમેશા પ્રયાસ કર્યા છે, માત્ર ૧૬ વર્ષની વયે મે કથાની શરુઆત કરી છે અને આજે એ મુકામ ૨૨૨મો છે, આપ રાધે રાધે તરીકે ઓળખાવ છો અને લોકોમાં પણ ખુબ જ લોકપ્રિય થઇ રહયા છે તે અંગે કઇ જણાવો તેવા પ્રશ્ર્નના જવાબમાં તેઓએ કહયુ હતું કે હું પહેલેથી જ ભગવાન દ્વારકાધીશમાં આસ્થા રાખુ છુ અને હું યુવાનો જેમ બને તેમ ઓછુ વ્યસકન કરે તેવા પ્રયત્નો પણ કરુ છું.
મારા લોકપ્રિય ગીતોમાં દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, રસીયો રુપાળો, હું કાંઇ ગાંડો નથી, બિરાજો બાજોઠ ઢાળી, મેવા મળે કે ન મળે, કોણ જાણી શકયુ કાળને, ઘરે જાવું ગમતુ નથી, મીઠે રસ સે ભર્યો રે, મુજ દ્વારેથી અને આંબો અખંડ એવા ગીતો લોકપ્રિય થયા છે અને મને પહેલેથી જ ભજનનો શોખ હતો.
અયોઘ્યાના રામ મંદિરના દર્શન કરવા જવાના છો કે કેમ એવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહયુ હતું કે મંદિર પુર્ણ થયા બાદ હું મારી મેળે ભગવાન રામના દર્શન કરવા જઇશ, ૫૦૦ વર્ષથી આ મંદિર બનવાની વાત હતી એ પુર્ણ થઇ છે એ હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન કહી શકાય, આજના સાધુ સંતો, કેટલાક ધર્મગુરુ જયારે જયારે આફત આવે છે ત્યારે રાજકારણમા ઝંપલાવે છે એ વિશે શું કહેશો એવા પ્રશ્ર્નના જવાબમાં એમણે કહયુ હતું કે સૌ સૌનુ કામ કરે જેને યોગ્ય લાગે તે આમ કરે છે.
આપ ૫૦ વર્ષ બાદ નિવૃતી લેવાના છો એ સાચી વાત છે તેના જવાબમાં તેણે કહયુ હતું કે ગરીબનો દિકરો વધુને વધુ ભણે તે માટે હું અત્યારથી જ મહેનત કરુ છું અને એક સંસ્થા પણ ખોલી છે જે અમરેલી અને લાઠી વચ્ચે આવેલી છે જેમાં હું ગરીબ બાળકોને વિનામુલ્યે શિક્ષણ મળે તે માટેના પ્રયાસ કરું છુ, ખાસ કરીને ધો. ૧૧-૧૨ના ગરીબ વિધાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે તે જરુરી છે.
જીજ્ઞેશ દાદાને શું ગમે અને તેનું સ્વપ્ન શું એ પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહયુ હતું કે મને બધુ ગમે છે અત્યાર સુધીની તમામ કથા મને ગમી છે, યુવાનો ભજન તરફ વળ્યા છે તે ખુબજ સારી વાત છે, તમે વ્યસનથી દુર રહો તો તમારો પરિવાર દુખી નહી થાય અનેે રુપીયાની પણ બચત થશે, તમારી કથામાં યુવાનો વધુ આવે છે તેનું શું કારણ, તેના જવાબમાં તેઓ કહે છે કે એવુ કોઇ ખાસ કારણ નથી પણ આજના યુવાનોને સંગીતમય ભજન ગમે છે, વૃઘ્ધ લોકો યુ ટયુબ કે ટીવી મારફત મારી કથા નિહાળતા હોય છે પરંતુ યુવાનો વ્યસન મુકે છે તે મને બહુ જ ગમે છે એવી કઇ કથા છે કે દાદાને બહુ ગમી હોય કે ન ગમી હોય એવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહયુ હતું કે ના એવી કોઇ કથા નથી મારી તો દરેક કથા મને ગમે છે.
૧૯૮૬ની સાલમાં અમરેલી નજીક કેરીયાચાડ ગામમાં જીજ્ઞેશ દાદાનો જન્મ થયો છે અને અભ્યાસમાં તેઓએ એમએ પણ કર્યુ છે દ્વારકામાં સંસ્કૃતનો વધુ અભ્યાસ કર્યો છે તેમનો અવાજ સાંભળવા લોકો આજે પણ પડાપડી કરે છે. જામનગરના ઇતિહાસમા પ્રથમ વખત રાત્રી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે દાદાને એવી કોઇ મહેચ્છા પણ નથી પરંતુ તેમનુ શૈક્ષણીક શંકુલ વધુ સારુ બને તે માટે તેઓએ અનેક સ્કીમો બહાર પાડી છે ખાસ કરીને આજના જમાનામાં ધો. ૧૧-૧૨ના વિધાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તે માટેના તમેના પ્રયાસો થશે. તથાસ્તુ વિધાપીઠ, અમરેલી-લાઠી હાઇવે પર ૨૫ વિઘામાં એક શૈક્ષણીક સંકુલ જીજ્ઞેશ દાદા ઉભુ કરી રહયા છે જામનગરમાં સતકર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ મિત્રમંડળ દ્વારા જે રીતે કથા યોજાઇ છે જેમાં દાદાએ દાન દેવા અપીલ પણ કરી છે અને આ કથાનુ મુખ્ય વિચાર જામનગરના જ બાદલભાઇ રાજાણીએ વ્યકત કર્યો હતો જે આજે મુર્તીમંત થયો છે અને જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રી કથા યોજાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech