જામનગરના વિભાપરમાં અગાઉની છેડતીની ફરિયાદ કરતા તેનો ખાર રાખી બે શખ્સોએ ધોકા, લાકડી વડે હુમલો કરતા બે ભાઇઓ સહીત ત્રણને ઇજા થતા બે ને રાજકોટ અને એક યુવકને જામનગર સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ વિભાપર ગમે રહેતા રાજેશભાઈ મનુભાઈ ગાંગીયા (ઉ.વ.૪૫) તેન અભય પ્રવીણભાઈ (ઉ.વ.૩૫) અને રાજેશભાઈનો પુત્ર રાકેશ (ઉ.વ.૩૨) ના ત્રણેય ઘરે હતા ત્યારે ઘર નજીક રહેતા વસંત, જેઠાભાઇ, ભખો, જગદીશ અને વિનુ બધા ઘરે આવી લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં ઘવાયેલા પ્રવીણભાઈ, રાજેશભાઈને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં અને રાકેશને જામનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પરિવારના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા હુમલો અરુણભાઈએ નશાની હાલતમાં અમારા ઘરના મહિલા સભ્યની છેડતી કરી હતી જે બાબતેની અરજી બેડી મરિન પોલીસમાં કરી હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા એસ.પી.ને પણ અરજી કરી હતી. આ વાતનું મનદુ:ખ રાખી ગઈકાલે હુમલો કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બેડી મરીન પોલીસમાં જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસખી કલબ દ્વારા સ્નેહમિલન સહિત કાર્યક્રમો યોજાયા
November 18, 2024 02:03 PMરામધુન બોલાવવાથી માંડીને અમરણાંત ઉપવાસ કરવા સુધી અમે તૈયાર: માચ્છીમારો
November 18, 2024 02:02 PMપોરબંદરમાં બે જગ્યાએથી ૩૬ બોટલ દારૂ -બીયર સાથે બે શખ્શો ઝડપાયા
November 18, 2024 02:01 PMમોકર સાગર તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી વહેલી તકે સમારકામ કરવું જરૂરી
November 18, 2024 01:58 PMપોરબંદરમાં તાલુકામથકે અને ગ્રામ્યસ્તરે પુસ્તકાલય શરૂ થાય તે માટે પ્રયત્નો કરીશ: અર્જુન મોઢવાડીયા
November 18, 2024 01:57 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech