રેકડીના મામલે બબાલ : ત્રણ શખ્સ સામે કરાતી ફરીયાદ
જામનગરના બચુનગરમાં રહેતા શાકભાજીની રેકડીવાળાની રેકડી ખસેડી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી દીધી હતી, જે અંગે ત્રણ શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના વાઘેરવાડા પાસે બચુનગરમાં રહેતા શાકભાજીનો વેપાર કરતા કાસીમ સાજીદભાઇ મહુર (ઉ.વ.૨૩) નામનો યુવાન જનતા કરીયાણાવાળાની દુકાન પાસે શાકભાજીની રેકડી રાખીને વેપાર કરતો હોય ત્યારે આરોપીઓ અવાર નવાર રેકડી પર આવીને રેકડી દુર ખસેડી અને પોતાની ડુંગળીની રેકડી રાખી જેમ તેમ બોલ્યા હતા, અપશબ્દો કહયા હતા તેમજ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખશુ એવી ધમકી આપી હતી.
દરમ્યાન આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી કાસીમને ઢીકાપાટુનો માર મારી ધમકીઓ દઇ એકબીજાને મદદગારી કરી હતી, આ અંગે કાસીમભાઇએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં નઇમ ઉર્ફે નઇમો યુસુફ ગોળવાળા, શબીર ઉર્ફે શબલો યુસુફ ગોળવાળા અને મહમદ ઉર્ફે મમલો હાંડી આ ત્રણેયની વિરુઘ્ધ અલગ અલગ કલમ મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુરૂવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન
November 19, 2024 11:04 AMભારતીય વિધાર્થીઓ કેનેડામાં દર અઠવાડિયે વધુ કામ કરી શકશે, કામના કલાકો વધ્યા
November 19, 2024 11:01 AMગોકુલનગરમાં સતવારા સમાજની વાડી ખાતે રંગોળી સ્પર્ધા તથા સ્નેહ મિલન યોજાયો
November 19, 2024 11:00 AMકર્ણાટકના ઉડુપીમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડાનું એન્કાઉન્ટર
November 19, 2024 11:00 AM૭૦૦ ઇરાની પરિવારોને ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવા અમેરિકાને ઈરાની કોર્ટનો હુકમ
November 19, 2024 10:59 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech