એડવોકેટ વી.એચ. કનારાની દલીલો ગ્રાહય રાખી : બે વેપારીને આગોતરા જામીન પર મુકત કરવા વિશેષ અદાલતનો આદેશ
જામનગરમાં પુર્વ વિપક્ષી નેતા સહિત ૩ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થઇ હતી દરમ્યાન મામલો રાજયની વડી અદાલત સમક્ષ પહોચ્યો હતો જયાં કોર્પોરેટર સામે લેન્ડ ગ્રેબીંગનો અપરાધ બની શકે નહી તેવું હાઇકોર્ટે ઠરાવ્યું છે અને બે વેપારીને આગોતરા જામીન પર મુકત કરવા વિશેષ અદાલતે આદેશ કર્યો છે.
લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાયદાની જોગવાઇઓ અનુસાર જીલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારી સહીતના અધિકારીઓ દ્વારા રચાયેલી કમિટી લેન્ડ ગ્રેબીંગના કેસમાં ગુનો દાખલ કરવા ઠરાવ કરેલ ત્યાર બાદ પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એચ.એસ. એન્ટરપ્રાઇઝ ચાયવાલા નામથી ધંધો કરતા હોટલના માલિક સિદીક હાજી મેતર અને કાદી હાજી મેતર દ્વારા મહાનગરપાલીકાની માલીકીની ફુટપાથ પરની જમીનમાં દબાણ કરવામાં આવેલ અને તે દબાણ દુર કરવાની કાર્યવાહી મહાનગરપાલીકા દ્વારા હાથ ધરવામા આવતા જામનગર મહાનગરપાલીકાના કોર્પોરેટર અને પુર્વ વિરોધ પક્ષના નેતા અસલમ ખીલજી દ્વારા ફુટપાથ પર ઢાળીયા બનાવેલા છે છતા માત્ર એક જ દુકાનદાર સામે આવી કાર્યવાહી યોગ્ય નથી. આ ઘટના સબંધે ઉપરોકત બંને હોટલ માલિક અને અસલમ ખીલજીએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરેલ અને માત્ર પ્રજાના પ્રતિનિધી તરીકે કરેલ રજુઆતને લેન્ડ ગ્રેબીંગમાં મદદગારી ગણી શકાય નહી તેવી રજુઆત સાથે ફરીયાદ કરદ કરવા સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન વકિલ વી.એચ. કનારા મારફત દાખલ કરેલી, જેમા હાઇકોર્ટે સમક્ષ અસલમ ખીલજી સામે લેન્ડ ગ્રેબીંગનો અપરાધ બની શકે નહી તેવો હાઇકોર્ટે ઠરાવેલું.
બાદમાં બંને વેપારીઓ સામે ગુનાની તપાસ પોલીસે હાથ ધરેલી અને તપાસ કરનાર અધીકારી ડીવાયએસપી ઝાલાએ મુંબઇ સુધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરેલા.
બંને આરોપીઓ ફોજદારી પરચુરણ અરજી નં. ૫૭/૨૦૨૪થી જામનગરના લેન્ડ ગ્રેબીંગ કાયદા તળેની વિશેષ અદાલતમાં કરેલી અને રજુઆત કરી હતી કે દુકાનદાર ફુટપાથ પર ઢઢાળીયો કરે તે આ કાયદા નીચે અપરાધ ગણી શકાય નહી, ગુજરાત પ્રોવિન્શ્યલ મ્યુનીસીપીલીટી એકટ તળે આ પ્રકારના દબાણ દુર કરવાની જોગવાઇ છે, આ વિસ્તારની તમામ દુકાનોમાં ફરીયાદીએ કરેલ ઢાળીયા બધા દુકાનદારોએ કરેલા છે, માત્ર અરજદારો સામે દબાણ દુર કરવા ઝુંબેશ મહાનગરપાલીકા દ્વારા હાથ ધરે તે યોગ્ય નથી. આમ છતા ઢાળીયો તોડી પાડવામાં આવ્યો છે, ઉભયપક્ષની રજુઆતો બાદ જામનગર વિશેષ અદાલતે બંને અરજદારને રુા. ૫૦.૦૦૦ના જામીન પર મુકત કરવા આગોતરા જામીનનો હુકમ ફરમાવ્યો છે.
આ કામે અરજદાર તરફે વકિલ ડો. વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સિસોટીયા, રુપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.એન. રાફીયા, વી.એસ. ખીમાણીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech