ગાંધીનગર કમલમ કાર્યક્રમ ખાતે યોજાયા
ગુજરાત રાજ્ય ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં રાજ્યના ભાજપ કાર્યાલય ગાંધીનગર કમલમ ખાતે રાજ્યભરના મીડિયા સેલના કન્વીનરો તેમજ સહ કન્વીનરોની ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સદસ્યતા અભિયાનના કન્વીનર તથા પૂર્વ રાજ્ય મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ પ્રવક્તા હેમલભાઈ વ્યાસ, હિતેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવે વિગેરે દ્વારા સદસ્યતા અભિયાન તથા ભાજપના તમામ લોકોના સભ્યપદ રદ થઈ ગયા છે અને નવેસરથી સદસ્યતા નોંધણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવા અંગે નરેન્દ્ર મોદી અને જે.પી. નડ્ડા દ્વારા કરાયેલી જાહેરાત બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાથમિક સદસ્ય તથા સક્રિય સદસ્ય એમ બે તબક્કામાં થનારા કાર્યક્રમ અંગેની જાણકારી અહીં આપવામાં આવી હતી. આ ઉપરાંત 100 પ્રાથમિક સદસ્યો બનાવે તેને સક્રિય સભ્ય પદ મળે તે અંગેની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન ઝુબિનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મીડિયાના અગ્રણીઓ સુરેશભાઈ માંગુકિયા, સુરેશભાઈ પરમાર, રાજુભાઈ ભટ્ટ, હિતેન્દ્રભાઈ આચાર્ય, ભાર્ગવભાઈ ઠાકર, જયસુખભાઈ મોદી વિગેરે જોડાયા હતા.
સદસ્યતા અભિયાન 2014-2019 માં શરૂ થયું હતું. જેમાં વર્ષ 2014માં ભાજપના 11 કરોડથી વધુ સદસ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. તેમાં ગુજરાતમાંથી 1.19 કરોડ સદસ્યો સાથે સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતે 1.51 કરોડનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMસગીરાના ખોટા જન્મના દાખલા બનાવનાર ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતો શખ્સ ઝડપાયો
November 18, 2024 03:57 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech