જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે જુદાજુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગરમાં દશામાના મંદિર નજીક ખુલ્લા ફાટક પાસે પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં ચલણી સિક્કા ઉછાળીને જુગાર રમી રહેલા બાલૂ ઉર્ફે બાલો દલુભાઈ ધારાણી, ભરત ભલજીભાઈ ગળચર અને ગીરીશ મહેશભાઈ મકવાણા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૮,૧૦૨ ની રોકડ રકમ કબજે કરી છે.
આ દરોડા સમયે જાવીદ ઉર્ફે લંઘો જમાલભાઈ, ખુશાલ આઠુ (રહે. મેલડી માતાના મંદિર પાસે વાળો), અને લીલો ગઢવી નામના ત્રણ શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટયા હોવાથી ત્રણેયને ફરારી જાહેર કરાયા છે.
આ ઉપરાંત જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં શંકર ટેકરી ઈદ મસ્જિદ વાળી શેરીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી સલમાબેન સિરાજભાઈ સુમરા સહિત બે મહિલાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૫,૬૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઇમ્સમાં આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીના હસ્તે અદ્યતન બ્લડ બેંકનું ઉદઘાટન
April 17, 2025 02:20 PMમોરબીના માળિયામાં બોલેરો પિકઅપ રોડ પર પલ્ટી મારી જતા પતિ-પત્નીના મોત, 12થી વધુ લોકોને ઈજા
April 17, 2025 01:55 PMજામનગરમાં સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રે વાહન ચેકીગ
April 17, 2025 01:34 PMજામનગર મહાનગરપાલિકાના કમિશનરે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી
April 17, 2025 01:32 PMજાણો : કયા ફળ અને શાકભાજીને એકસાથે સ્ટોર ન કરવા જોઈએ?
April 17, 2025 01:12 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech