જી.જી. હોસ્પિટલના તબીબની પુત્રીનું બાથરૂમમાં પડી જતા મોત

  • January 26, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બરોડા મેડીકલમાં અભ્યાસ કરતી પુત્રીના મૃત્યુથી ઘેરા શોકની લાગણી : જામનગરમાં પીએમ કરાયું


જામનગરની જી.જી. હોસ્પીટલના સર્જરી વિભાગના તબીબની પુત્રીનું બાથરૂમમાં પડી જવાથી મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, બરોડા મેડીકલ કોલેજમાં યુવતિ અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.



જામનગરની જી.જી. હોસ્પીટલના સર્જરી વિભાગના પ્રોફેસર ડો. કિશન શાહની પુત્રી અપેક્ષા શાહ (ઉ.વ.21) બરોડાની કરમચંદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજમાં એમબીબીએસના સેક્ધડ યરમાં અભ્યાસ કરતી હતી દરમ્યાન તેણી તેના કાકાના ઘરે રોકાઇ હતી અને ત્યાં બાથરૂમમાં અકસ્માતે પડી જતા બેભાન બન્યા બાદ તેણીનું મૃત્યુ નિપજયાનું જાણવા મળ્યું છે.



આ બનાવની જાણ થતા પરિવાર અને તબીબી આલમમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, દરમ્યાન યુવતિના મૃતદેહને જામનગર જી.જી. હોસ્પીટલમાં પીએમ માટે લાવવામાં આવ્યો હતો, આ અંગેની જાણ થતા પીએમ રૂમ ખાતે મેડીકલ કોલેજના ડીન અને જી.જી. હોસ્પીટલના અધિક્ષક દોડી આવ્યા હતા, અન્ય ડોકટરો પણ ત્યાં પહોચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application