શહેરના જુદા જુદા રેસ્ટોરન્ટ અને મીઠાઈ, ફરસાણ અને માવાની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા
જામનગર મહાપાલિકાની ફુડ શાખા દ્વારા દિવાળીના તહેવારો આવતા જ મીઠાઇ, ફરસાણ, માવા તેમજ રેસ્ટોરન્ટ અને હોટલમાં ચેકીંગ કરીને અનેક સ્થળોએથી નમૂના લઇને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, આગામી દિવસોમાં પણ તહેવારોને અનુલક્ષીને સતત ચેકીંગ કરવામાં આવશે તેમ જાણવા મળશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સીધા વડપણ હેઠળ કમિશનર ફૂડ સેફ્ટી, ગાંધીનગરની સુચના અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ તા.3 થી 17 ઓક્ટોબર તથા 19 થી 25 ઓક્ટોબર સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેરમાં વહેચાતા ખાદ્ય પદાર્થની ડ્રાઈવ રૂપે દરરોજ એફ.એસ.ઓ ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને અનેક સ્થળોએ થી ખાદ્ય ચીજોનાં નમૂના લેવાયાં હતાં અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જેમાં તાં.13ના રોજ પ્રિપેર ફૂડ તથા પનીરના નમૂના લેવાયા હતાં જેમાં ગાયત્રી રેસ્ટોરન્ટમાંથી બટેટાના શાક તેમજ ન્યુ ચેતના લંચહોમમાંથી મિક્સ વેજીટેબલ (લુઝ) તથા હોટલ કલ્પના, આતિથ્ય રેસ્ટોરન્ટ, મિ.જેઠાલાલ રેસ્ટોરન્ટ , ધ ગ્રાન્ડ બંસી હોટલ, ફૌજી પંજાબી ઢાબા, પેલેટ વેજ ટ્રીટ રેસ્ટોરેંટ હોટલ સ્વાતી, મદ્રાસ હોટલ, ન્યુ શ્રી રામ ડેરી રેસ્ટોરન્ટ, અને રેડ ચીલી પાર્સલ પોઈન્ટમાંથી પનીરનાં નમૂના લેવાયાં હતાં.
તા.14 ના રોજ સિદ્ધનાથ માવા સેન્ટર, ધર્મેશભાઈ માવાવાલા, જયંતીભાઈ માવાવાળા, દિલિપભાઇ માવાવાળા, કમલેશભાઈ માવાવાળા, સદગુરુ ડેરી ફાર્મ અને શ્રી અંબિકા ડેરી સ્વીટ, માંથી માવાનાં નમૂના લેવામાં આવ્યા હતાં.
તા.16 નાં રોજ મીઠાઈ ફરસાણનાં નમૂના લેવામાં આવ્યા હતાં, જેમાં હરિઓમ ફરસાણ માટે માંથી સંગમ કતરી (લુઝ), સેવ-બૂંદી, શ્રી નવકાર સ્વીટ ફરસાણમાંથી કચોરી, મહાવીર ફરસાણ માર્ટમાંથી મારવાડી સેવ (લુઝ), નવકાર સ્વીટ ફરસાણ માર્ટ માંથી મગજના લાડુ (લુઝ), ઠાકર પેંડાવાલા માંથી બાસુંદી (લુઝ) અને ગુલાબ જાંબુ, શીખંડ સમ્રાટ માંથી ગોલ્ડમોર મિલ્ક સ્વીટ સોન હલવા હાઉસમાંથી નાયલોન ચેવડો, વાહેગુરુ સ્વીટ નમકીન માંથી મીક્ષ ચવાણું (લુઝ), શ્રી રવરાઈ ડેરીમાંથી ગુલબ કલી (બંગાળી મીઠાઈ), જૈન ફરસાણ માર્ટ માંથી ચોળાફળી, તા.17ના રોજ મીઠાઈ ફરસાણના નમૂના લેવાય હતાં.
જેમાં શ્રી ઝુલેલાલ સ્વીટ માર્ટ માંથી કચોરી, ઠાકર પેંડાવાલામાંથી બાસુંદી, આશિષ ગૃહ ઉદ્યોગમાંથી કચોરી, ગોવર્ધન ચેવડામાંથી કચોરી (લુઝ), જય ભવાની સ્વીટ નમકીનમાંથી કચોરી (લુઝ) અને માવા કોકોનટ બોલ, આશાનદાસમાંથી પેંડા, ઓમકાર સ્વીટ એન્ડ નમકીનમાંથી અંજીર થાબડી અને કચોરી અને તા.20 ઓક્ટોબરના રોજ શક્તિ ગ્રહ ઉદ્યોગમાંથી મીઠો માવો અને મોળો માવો તથા બાબુલાલ મીઠાઈવાલામાંથી મોળો માવો આને સ્વીટ બરફીના નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવા આવ્યા છે. આ કાર્યવાહી ફુડશાખાના નિલેશ જાશોલીયા અને ડી.બી. પરમારે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech