‘ડૂબ દ્વારકા’: કાલે 15, આજે 7 ઈંચ વરસાદથી જળપ્રલય

  • July 20, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેઘરાજાએ આગાહી મુજબ દેવભુમિ દ્રારકા જિલ્લામાં મેઘ તાંડવ કર્યુ હતું, છેલ્લા ૩૦ કલાકમાં દ્રારકા શહેરમાં ૨૨ ઈંચ  વરસાદ પડયો હતો, ત્યારબાદ આજે સવારે ૬ થી ૧૨ દરમ્યાન ફરીથી સાત ઈંચ વરસાદ પડતાં ચારેકોર પાણી ભરાઇ ગયા હતાં, હવે તો દ્રારકાવાસીઓ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહયા છે અને કાળીયા ઠાકોરને વિનવણી કરી રહયા છે, આજે સવારે ફરીથી મેઘરાજાએ દે ધનાધન કર્યુ હતું અને વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે એકધારો સાત ઈંચ વરસાદ વરસાવ્યો છે., તત્રં એલર્ટ બની ગયું છે, દ્રારકાની સ્થિતિ બગડી રહી છે, એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે,  કલ્યાણપુરમાં સાડા છ, ખંભાળીયામાં પાંચ ઈંચ વરસાદ વરસાવ્યો છે, જયારે કાલાવડમાં સાડા ત્રણ, ભાણવડમાં અઢી, જોડીયામાં બે, લાલપુર અને જામનગરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો, હાલારના ૨૧ ડેમો છલકાઇ ગયા છે, ખંભાળીયા તાલુકામાં છ રસ્તા બધં થઇ ગયા હતાં, એટલું જ નહીં આ લખાય છે ત્યારે સવારે દેવભુમિ દ્રારકા જિલ્લાના મુખ્ય ચાર ડેમ સહિત હાલારના ૨૧ ડેમો છલકાઇ ગયા છે, વાડીનાર અને ભરાણામાં આઠ–આઠ ઈંચ વરસાદ થયો છે, મેઘરાજાનું રોદ્ર સ્વરૂપથી કૃષ્ણભકતો ડઘાઇ ગયા છે, વિજળી પડતાં ૧૯ ટીસી બળી ગયા છે અને ૧૭ થાંભલા પડી ગયા છે, કાકાભાઇ સિંહણ ગામમાં નદીના પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી, જો કે ચાલકનો બચાવ થયો છે, ખંભાળીયા અને કલ્યાણપુરના છ રસ્તાઓ ગઇકાલે કલાકો સુધી બધં રહ્યા હતાં. જામનગર જિલ્લાના ૧૪ ડેમ ઓવરફલો થઇ ગયા છે, રણજીતસાગર છલકાવાની આરે આવી ગયું છે. જામનગરના રાજાશાહી વખતના અને શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પણ ઉપરવાસ ભારે વરસદાના કારણે છલકાઇ ગયો છે.
દ્રારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, મેઘરાજાએ ફરીથી સુપડાધારે વરસાદ વરસાવાનું ચાલું કર્યુ છે, એટલું જ નહીં સવારે ૬ થી ૧૨ દરમ્યાન સાત ઈંચ વરસાદ વરસાવ્યો છે અને શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે, મોટાભાગના વિસ્તારોમાં વિજળી રાણી ગુલ થઇ ગઇ છે, બહારગામથી આવેલા કૃષ્ણભકતો હેરાન–પરેશાન થઇ ગયા છે. દ્રારકાના ભદ્રકાલી ચોક, ઇસ્કોન મંદિર, રબારી ગેઇટ સહિતના સ્થળોમાં પાણી ભરાઇ ગયા હતાં અને લાંબો સમય પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં, ગોઈંજ અને કનકપર ફીડર ફોલ્ટને કારણે બધં થયા હતાં જયારે ખંભાળીયામાં પણ છ ફીડર બળી ગયા હતાં.
કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, મેઘરાજાએ ગઇકાલે ફરીથી સાડા છ ઈંચ વરસાદ વરસાવ્યો છે, આમ બે દિવસમાં સાડા અઢાર ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, આજે સવારે ૬ વાગ્ા સુધીમાં  મોસમનો કુલ વરસાદ ૮૬૯ મીમી થયો છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા, દેવળીયા, હર્ષદ અને ગાંધવી વિસ્તારમાં સાતથી નવ ઈંચ વરસાદ થયો છે, હર્ષદ ગામમાં પાણી ભરાવાથી વેપારીઓ પરેશાન થઇ ગયા હતાં અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતાં.
ખંભાળીયામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૯૫૧ મીમી થયો છે, હવે કુલ વરસાદમાં દ્રારકા પણ ખંભાળીયા નજીક પહોંચી ગયું છે, ખંભાળીયા નજીક રોકડીયા હનુમાન મંદિર પાસે એક ગાયનો શોક લાગતા તેનું મોત થયું હતું,ભાણવડમાં ૨૪ કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૪૮૧ મીમી થયો છે, ભાણવડમાં વિજળી પડતા ભેંસનું મોત થયું હતું, દ્રારકા રોડ ઉપર માતાજીના મંદિર પર વિજળી પડી હતી અને ફત્પલઝર ડેમ ઉપર પણ વિજળી પડી હતી, જો કે કોઇ નુકશાન થયું ન હતું.
કાલાવડમાં ગઇકાલે ફરીથી સાડા ત્રણ ઈંચ વરસાદ થયો છે, ભારે વરસાદથી ફલકુડી અને ધોરાવડી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં અને કાલાવડને પીવાનું પાણી પુરૂ પાડતો બાલંભડી ડેમ છલકાઇ ગયો હતો, કાલાવડમાં મોસમનો કુલ વરસાદ ૪૮૪ મીમી થયો છે. લાલપુરમાં ગઇકાલે ફરીથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ ભારે દેખાયું હતું પરંતુ ૨૪ કલાકમાં માત્ર ૩૨ મીમી વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૨૩૭ મીમી થયો છે, જયારે જોડીયામાં ૫૧ મીમી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૨૫૫ મીમી, ધ્રોલમાં ૧૫ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૨૨૩ મીમી થયો છે, લાલપુરમાં ૩૬ મીમી વરસાદ થતાં કુલ વરસાદ ૩૩૦ મીમી થયો છે. આમ ખાસ કરીને દેવભુમિ દ્રારકા જિલ્લા ઉપર મેઘો ભારે મહેરબાન થયો છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સડ મુકામ રહ્યો હતો. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગુવારે રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જોરદાર વીજળીના પગલે લાંબો સમય વીજ પુરવઠો બધં કરી દેવામાં આવ્યો હતો.
ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગુરૂવારે રાત્રે આશરે ૧૨ વાગ્યે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ શ થયો હતો. સતત બે કલાક જેટલા સમયગાળા દરમિયાન થયા ભયાવહ આકાશી વીજના કડાકા–ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા. અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. વીજળી સાથે વરસાદના કારણે સાવચેતીના પગલાં પે ખંભાળિયાનો વીજપુરવઠો બધં કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં પણ વીજળીના ચમકારાથી ધોળો દિવસ હોય તેવો પ્રકાશ જોવા મળતો હતો.
શહેરના વયોવૃદ્ધ વડીલોએ આ અંગે જણાવ્યું છે કે છેલ્લી અડધી સદીમાં આ પ્રકારની ભયાનક વીજળી થઈ નથી. એક થી દોઢ કલાક સુધી વીજળીના ચમકારા તો વર્ષ ૨૦૧૪માં અહીં યારે ગાજવીજ સાથે કુલ ૧૧૯ ઈંચ રેકોર્ડપ વરસાદ પડો હતો ત્યારે પણ થયા ન હતા. આ વીજળીથી અબાલ–વૃદ્ધ સૌ કોઈ ભયભીત બની ગયા હતા અને પ્રભુ પ્રાર્થના કરવા લાગ્યા હતા.
આ આકાશી વીજળી અને ગડગડાટના અહીંના વિડિયો સમગ્ર રાયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વીજળીના કારણે પંખા, એ.સી., ઈનવર્ટર વીગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં.
અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર નજીક ગતરાત્રે થાંભલામાંથી વીજશોક લાગતા એક ગાયનું તેમજ આ જ સ્થળે ગઈકાલે શુક્રવારે પણ એક ગાયનો વીજ કરંટએ ભોગ લીધો હતો. ભાણવડમાં પણ એક ભેંસ પર વીજળી પડતાં મોત નીપયાનું પણ જાણવા મળ્યું છે.
ખંભાળિયા શહેરમાં ૬૬ કે.વી. સબ સ્ટેશન પર વીજળી પડતા મોટું નુકસાન થયું હતું. અનેક ગામોનો વીજ પુરવઠો બધં થયો હતો. અત્રે દ્રારકા રોડ પર આવેલા ખોડીયાર માતાજીના મંદિરની ટોચ ઉપરથી છેક નીચે સુધી વીજળી પડતા મંદિરનો અડધો ભાગ તૂટી ગયો હતો.


દ્રારકામાં ચારેકોર પાણીથી બેન્ક, સ્કૂલો બંધ
દ્રારકામાં ૨૨ ઈંચ જેટલો વરસાદ થઇ જતા ચારે બાજુ ૫ થી ૭ ફત્પટ પાણી ભરાયા છે, જીલ્લા કલેકટર પંડયાના આદેશથી શહેરની તમામ સ્કુલો બધં રાખવા આદેશ કર્યેા છે એટલું જ નહીં શહેરમાં આવેલી એચડીએફસી બેંક, એકસીસી બેંક, એસબીઆઇ, બેંક ઓફ બરોડા, સૌરાષ્ટ્ર્ર ગ્રામીણ બેંક, અને આઇસીઆઇસીઆઇ બેન્ક જે વિસ્તારમાં છે ત્યાં પાણી ભરાતા આ તમામ બેન્કો આજે બધં રહેતા લોકોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે, આવતીકાલે રજાનો દિવસ છે, એટલે સોમવારે લોકો નાણાકીય વ્યવહાર કરી શકશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application