એક શખ્સ ૨૬ બોટલો સાથે ઝબ્બે : જામનગર નજીક અને સણોસરી પાટીયે દારુ મળ્યો : બોટલો, ચપટા, બાઇક અને મોબાઇલ જપ્ત
જામનગર શહેર, જીલ્લામાં વિદેશી દારુ અંગે પોલીસના દરોડા યથાવત રહયા છે, શહેરના નંદનવન સોસાયટીમાં એલસીબીએ દરોડો પાડીને એક શખ્સને શરાબની ૨૬ બોટલ સાથે પકડી લીધો હતો જેમાં બે શખ્સના નામ ખુલ્યા હતા, જામનગર નજીક દારુની ૯ બોટલ સાથે બે ઝપટે ચડયા હતા અને સણોસરી પાટીયા પાસે દારુના ચપટા સાથે બાઇકમાં નીકળેલા બે શખ્સને દબોચી લેવાયા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી તથા જુગારધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન.મોરી તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં સાધના કોલોની રોડ, નંદનવન સોસાયટી શેરી નં. ૪માં રહેતા જયેશ ઉર્ફે જયસીંધી કિશોર ચાંદ્રાના કબ્જાના મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ૨૬ બોટલ કિ. ૧૦૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુઘ્ધ પો.કોન્સ ઋષીરાજસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, દારુ સપ્લાય કરનાર જીતુ ઉર્ફે બાબલો ભાનુશાળી તથા ભાવેશ ઉર્ફે ટાકીડો ભાનુશાળી રહે. બંને જામનગરવાળાને પકડવાના બાકી છે.
બીજા દરોડામાં જામનગરના જે.જે. કુબેરનગર શેરી નં. ૨ ખાતે રહેતા હિરેન ઉર્ફે હિરો અનિલ ચોવટીયાને વિદેશી દારુની ૯ બોટલ સાથે જામનગર સમાણા હાઇવે વીડીબી પાર્ટી પ્લોટ પાસેના માર્ગ પરથી પંચ-બી પોલીસે પકડી લીધો હતો. દારુનો જથ્થો જામનગરના વિજય ભુવા નામના શખ્સે પુરો પાડયો હતો. બંને શખ્સોએ એકબીજાને મદદગારી કરી પકડાઇ જતા પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામજોધપુરના કરશનપર ગામમાં રહેતા મુળ લાલપુરના શિવનગર સોસાયટીના વતની દિપક જેઠા ધવલ અને કરશનપર ગામના હરેશ દાના ધવલ નામના બે શખ્સોને મોટરસાયકલ નં. જીજે૧૦ડીએસ-૯૯૩૧માં ઇંગ્લીશ દારુ લઇને સણોસરી ગામના પાટીયા પાસેથી નીકળતા લાલપુર પોલીસે પકડી લીધા હતા.
તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારુના ૯ ચપટા મળી આવ્યા હતા આથી પોલીસે ચપટા, હેરાફેરીમાં ઉપયોગ લીધેલ મોટરસાયકલ અને બે મોબાઇલ મળી કુલ ૬૩૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech