નાણામંત્રી નિર્મલા સીતારમણે એક્સ યુઝર્સના સવાલનો આપ્યો આવો જવાબ

  • November 18, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા કેટલાક સમયથી મધ્યમ વર્ગના લોકો સરકાર પાસે ટેક્સમાં રાહતની માંગ કરી રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની માગણી કરતી ટ્વીટનો જવાબ આપ્યો હતો. ટ્વીટમાં યુઝરે નાણામંત્રીને મિડલ ક્લાસ પર ટેક્સ બોજ ઘટાડવાની વિનંતી કરી હતી.

X યુઝર્સે પોસ્ટ કર્યું હતું કે "હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મધ્યમ વર્ગને થોડી રાહત આપવા પર વિચાર કરો. હું તેમાં સામેલ પડકારોને સમજું છું, પરંતુ આ માત્ર હૃદયપૂર્વકની વિનંતી છે.

મોદી સરકાર લોકોની ચિંતાઓ પર ધ્યાન આપે છેઃ નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણે એક્સ પર યુઝર્સને જવાબ આપતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એક જવાબદાર સરકાર છે. લોકોના અવાજો સાંભળે છે અને તેમના પર ધ્યાન આપે છે. તમારી સમજ બદલ ફરી આભાર. તમારું સૂચન મૂલ્યવાન છે હું તમારી ચિંતા સમજું છું અને તમારા મુદ્દાને માન આપું છું.

છેલ્લા 10 વર્ષમાં મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઘટ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન મધ્યમ વર્ગ એટલે કે વાર્ષિક 20 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો પર ટેક્સનો બોજ ઓછો થયો છે. સરકારી ડેટા અનુસાર, 10 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ પાસેથી આવકવેરા વસૂલાતની ટકાવારી 2014માં 10.17 ટકાથી ઘટીને 2024માં 6.22 ટકા થઈ ગઈ છે.

કર મુક્તિ અંગે સરકારનું વલણ

નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર મધ્યમ વર્ગની સમસ્યાઓથી વાકેફ છે. જો કે સરકાર આ મુદ્દે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી બજેટમાં સરકાર મધ્યમ વર્ગને થોડી રાહત આપવા પર વિચાર કરશે.

ટિપ્પણીઓ

નિષ્ણાતો માને છે કે સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે કેટલાક પગલાં લેવા જોઈએ. જેમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો અને કેટલીક આવશ્યક વસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો સામેલ હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application