આયુર્વેદિકની આડમાં શંકાસ્પદ કેફી પીણાં બાબતે રાજયમાં નોંધપાત્ર કામગીરી : જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા
આયુર્વેદિક દવાની આડમાં નશીલા પીણાનું વેચાણ કરતી 5 જેટલી રાજય તથા રાજય બહારની ફેકટરીઓની પ્રોડકટોના વેચાણ વેપારને બંધ કરાવી દ્વારકા પોલીસે સપાટો બોલાવ્યો હતો, ગત વર્ષોમાં નોંધપાત્ર કામગીરી દેવભુમી દ્વારકા પોલીસે આ દિશામાં કરીને મોખરે રહી છે.
રાજયમાં દાબંધી હોવાથી અમુક લેભાગુ તત્વો દ્વારા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ મુકત આયુર્વેદિક દવાની આડમાં કથિત આયુર્વેદિક દવા (નશીલા પીણાં) કહી શકાય તે પ્રકારની પ્રોડકટોનું ઉત્પાદન કરી ફકત અને ફકત ગુજરાત રાજયને ટાર્ગેટ કરી ખુલ્લેઆમ નાના મોટા શહેરોમાં ગામડાઓમાં પાનબીડીના ગલ્લા તેમજ હોટલો પર તેનુ વેચાણ કરી મહત્તમ આર્થીક લાભ મેળવી પોતાની ગુનાહીત પ્રવૃતિ આચરી સમાજના લોકોની તંદુરસ્તીને હાની પહોચે તે રીતનું કૃત્ય આચરી રહેલ હતા.
આ બાબતે રાજય સરકાર તરફથી મળેલ સુચનાઓ આધારે પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગના માર્ગદર્શન અને સુચના આધારે અહીના દેવભુમી દ્વારકા જિલ્લામાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ અને તેના ભાગપે અત્રેના જીલ્લામાં મહતમ પ્રમાણમાં આ પ્રકારના કેસો શોધી કાઢી ચાંગોદર તથા પંજાબ ખાતે આ પ્રકારના આયુર્વેદિક દવાના નામે ડુપ્લીકેટ નશીલા પીણાનું ઉત્પાદન કરતા હોવાનુ જણાઇ આવતા આ અંગે ફેકટરી ઉપર રેડ કર સીલ કરી સબંધીત વિરુઘ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજ પ્રકારની ઝૂંબેશ કાર્યરત હતી તે દરમ્યાન સેલવાસ ખાતેની એક કંપની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત આયુર્વેદીક દવાની આડમાં કથિત આયુર્વેદીક દવા (આયુર્વેદીક બિયર) બનાવતા હોવાનુ જણાઇ આવતા કંપનીના સંચાલકો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તે ફેકટરી ઉપર પણ રેઇડ કરી કાર્યવાહી કરી હતી આ કંપનીમાં વાર્ષિક 1 કરોડ જેટલી બોટલો ઉત્પાદન થઇ રહયુ હતું જે તમામ જથ્થો ફકત ગુજરાત રાજયમાં સપ્લાય કરવામાં આવતો હતો.
આ દરમ્યાન એક રજસ્થાન તથા એક મઘ્યપ્રદેશ રાજયમાં આવેલ ફેકટરી કે જે પણ વાર્ષિક આશરે 8 લાખ જેટલી આ પ્રકારની બોટલોનું ઉત્પાદન કરી ફકત ગુજરાત રાજયમાં નશાના ઇરાદાથી સપ્લાય કરતી હતી તેની પણ તપાસની કાર્યવાહીના ભાગપે તપાસ કરતા તેઓની પ્રોડકટ પણ ખોટી રીતની પ્રોસેસથી નિયમ ધારાધોરણ મુજબ બનતી નહી હોવાનુ જણાઇ આવતા તેઓએ પોતાની સ્વેચ્છાએ આ પ્રકારની પ્રોડકટો બંધ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech