નિતીશ પાંડે દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું: હોટલ એસો. સાથે ખાસ બેઠક યોજીને તા.૨૪-૨૫ પૂર્વે આવનારા તમામ યાત્રીકોની યાદીઓ રાખવા સહિતની વિશેષ સુચનાઓ અપાઇ: સુરક્ષાને લઇને પહેલેથી જ આખેઆખુ પોલીસ તંત્ર હરકતમાં
આગામી તા.૨૫મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક ઓખા-બેટ વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થશે અને આ સાથે જ સુવિધાનો તો એક માર્ગ ખુલશે પરંતુ આ બ્રિજ ખાસ કરીને હાલારની ઓળખ સમાન બની રહેશે, લગભગ તમામ લોકો બ્રિજ પર જવા માટે અત્યારથી જ આતુર થયા છે ત્યારે વડાપ્રધાનની મુલાકાત પૂર્વે દ્વારકા જિલ્લા પોલીસ એકશનમાં છે અને તમામ પ્રકારના તકેદારીના પગલા અત્યારથી જ લેવામાં આવી રહ્યા છે, ખુદ એસપી નિતેશ પાંડે દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે અને હોટલ એસો. સાથે બેઠક કરીને વડાપ્રધાનના બે દિવસના રોકાણ દરમ્યાન દ્વારકામાં આવનાર યાત્રીકો પર જીણવટભરી નજર રાખવાનો એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આગામી તા.૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા છે જે બે દિવસીય કાર્યક્રમને પગલે કાયદો-વ્યવસ્થા મામલે પુર્વ પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ થઇ રહી છે. દ્વારકાની હોટલ લેમન ટ્રીના હોલમાં કાયદો અને સુરક્ષા તથા વ્યવસ્થાના ભાગરૂપે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તથા વિભાગીય અધિક્ષક પ્રજાપતિ, એલસીબીના પીએસઆઇ બારસખીયા તથા એસસોજીના સિંગરખીયા અને દ્વારકાના પીઆઈ પટેલ સહિતના અધિકારી ગણ તથા એસોસિયનના પ્રમુખ નિર્મલ સામાણી અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પોલીસ વડા પાંડેય હોટલ એસોશિયનને જરુરી સૂચના સાથે જણાવ્યું હતું કે હોટલના બુકિંગ દરમિયાન આવતા પ્રવાસીઓ પાસેથી જરુરી દસ્તાવેજો મેળવીને તેમને રૂમમાં ઉતારવા, તથા પોલીસ વિભાગને પ્રવાસીઓની તમામ માહિતી રોજિંદા પથિક સોફ્ટવેરમાં મોકલી દેવા અને જરૂર જણાય એવી શંકાસ્પદ બાબતો ઉપર પૂરતું ધ્યાન રાખવું. તથા આવનાર પ્રવાસીઓને હોટલ સુધી પહોંચવા માટે જરુર જણાય તો હોટલ માલિકોએ શહેર તથા હાઇવે ઉપરથી લઈ જવા માટેની વ્યવસ્થાનું મોનિટરિંગ પણ કરવું તેમજ હોટલ બિલ્ડીંગમાં થતી હલચલ ઉપર શું વ્યવસ્થિત ધ્યાન આપવું વગેરે સુચના અપાઇ હતી.અનેકવિધ જરુરી સુચનાઓ પોલીસવડા દ્વારા આપવામાં આવતા હોટલ એસોશિએશને સૂચનાનો અમલ કરવા ખાત્રી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે એસ.પી. નિતેશ પાંડેય દ્વારા ગઇકાલે દ્વારકા હેલીપેડથી મંદિર માર્ગ સુધી ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા સિગ્નેચર બ્રીજના લોકાર્પણ માટે તા. ર૪ અને રપ એમ બે દિવસનો કાર્યક્રમ નક્કી થયો છે, જેના અનુસંધાને વહીવટી તંત્ર સુરક્ષાને લઇને હરકતમાં આવ્યું છે.
સુરક્ષાના પગલે એસ.પી. દ્વારા દ્વારકામાં સુદામા સેતુથી હાથી ગેઇટ સુધી લારી ગલ્લા હટાવી રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હતો, દ્વારકામાં વડાપ્રધાન આવવાના હોવાથી સંબંધિત તંત્ર એકશન મોડમાં આવ્યું છે, વડાપ્રધાનના રુટમાં દ્વારકા હેલીપેડથી જગતમંદિર સુધી રસ્તામાં આવતા લારી, ગલ્લાઓને હટાવવા પોલીસને સાથે રાખીને નગરપાલિકાએ કામગીરી હાથ ધરી હતી.
દ્વારકામાં વડાપ્રધાન આવવાના હોવાથી તંત્ર ઉંધામાથે થયું છે, સુદામા સેતુથી હાથી ગેઇટ સુધી લારી, ગલ્લા, પાથરણાવાળા અને નાના ધંધાર્થીઓની કેબીનો હટાવી દેવામાં આવી છે, તેમજ રુક્ષ્મણી મંદિર પાસે આવેલ હેલીપેડની આસપાસ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ ખસેડવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech