જીલ્લાના ખેડૂતો બાગાયતી પાકો તથા મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટે સહાય

  • May 15, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જીલ્લાના તમામ ખેડૂતો ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬મા બાગાયત વિભાગના વિવિધ ઘટકો જેવા કે, કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ અંતગર્ત મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્રેક્ટર ટ્રોલી, પાણી ટેન્કર તેમજ પોલીહાઉસ, નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ, શાકભાજી અને ફૂલ પાકોના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે, વિવિધ બાગાયતી પાકોના વાવેતર માટેનાં સહાય કાર્યક્રમ જેવા કે ફળ પાકો (વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, અનાનસ (ટીસ્યુ), સ્ટ્રોબેરી, હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, ફૂલ પાકોની ખેતી, ઔષધીય અને સુગંધીત પાકોની ખેતી, પ્લાન્ટેશન અને મસાલા પાકો (રાઈઝોમેટીક અને બલ્બસ મસાલા પાક) ની ખેતી તેમજ મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. 


 સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામા આવેલ છે. લાભ મેળવવા માંગતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી ક્ધફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.


જેની નકલ મંજુરી મળ્યા બાદ અસલ બિલ ફાઇલ જમા કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત સામેલ કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર, ફોનનં. (૦૨૮૮) ૨૫૭૧૫૬૫ ખાતે જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પાકોનાં વાવેતર વિસ્તાર વધારવાનાં ઉમદા હેતુ માટે સારી ગુણવતાનાં ધરૂ/રોપ/કલમ ઉછેર માટેનાં ઘટકો જેવા કે નાની નર્સરી, નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના કરવા સહાય, બહુ મુલ્ય ધરાવતા બાગાયતી પાકોની રક્ષિત ખેતી માટેનાં ઘટકો જેવા કે નેટ હાઉસ, પોલી હાઉસ, તેમજ બાગાયતી પેદાશોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માટેનાં ઘટકો જેવા કે ફાર્મ ગેટ પેક હાઉસ, પ્રી કુલીંગ યુનિટ, પ્રાઈમરી/મીનીમલ પ્રોસેસિંગ યુનિટ,પરિવહન દરમિયાન થતા બગાડને અટકાવવા માટેનાં ઘટકો જેવા કે રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ અને બાગાયતી પાકોના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ, લો કોસ્ટ ડુંગળી/લસણ સંગ્રહ સ્ટ્રક્ચર વગેરે માટેની સહાય યોજના અંતર્ગત જામનગર જીલ્લાના જે ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. 


આગામી તા. ૦૯/૦૬/૨૦૨૫ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. યોજનાઓનો લાભ મેળવવા માંગતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર નોધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી ક્ધફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.


જેની નકલ મંજુરી મળ્યા બાદ અસલ બિલ ફાઇલ જમા કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત સામેલ કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર, ફોનનં. (૦૨૮૮) ૨૫૭૧૫૬૫) ખાતે જમા કરાવવાના થશે.તેમ નાયબ બાગાયત નિયામકજામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application